________________
જિનદર્શન અને માંસાહાર.
૩૪ ન હેય, અને જવું આવવું સુલભ હોય તો ચતુર મુનિએ ભિક્ષાર્થે અગર પઠન પાઠન, સાય ધ્યાન, કે ધર્મોપદેશ માટે તે રસ્તે થઈને જવું.” - હવે આપણે આ દેખીતા પરસ્પર વિરોધી સૂત્રે બાબત વિચારણ કરીએ. સંવડી=(૧) જમણવાર, જ્ઞાતિભોજન વગેરે (૨) જમણુ નિપજાવવાનું સ્થાન, (પંઠો) (૩) વિવાહનો પ્રસંગ. (જેનાગમ શબ્દ સંગ્રહ પા. ૭૨૧).
ઉપરના ૫૬૧ સુધીના સૂત્રોમાં તો શાસ્ત્રકારે જે સ્થળે જમણવાર હોય તેવા સ્થળને લગતી વાત કહી, પરંતુ પ૬રમા સૂત્રમાં જમણવારવાળા સ્થળની નહિ, પરંતુ જમણ નિપજાવવાનું સ્થાન–પંઠા ને લગતી વાત કરી છે. સાધુએ જમણવારમાં તે નજ જવું. પરંતુ રસ્તાની બાજુપરના મકાનમાં તેવું જમણ નિપજાવવાનું સ્થાન–પંઠે આવેલ હોય તો મુનિએ શું કરવું તેને ખુલાસો આ સૂત્રમાં કરેલ છે.
સંવાદ ના કષકારે જે અર્થે આપેલા છે, તેમાં આ બન્ને અર્થો છે. અને બીજો અર્થ ૫ ઠે-આ ૫રમા સત્રમાં લઈએ તો તે સ્થળનું જે વર્ણન ત્યાં કરેલ છે તે બરોબર ઘટી શકે છે. કારણ કે જમણવાર રસ્તા પર હોય, પરંતુ પંઠે રસ્તાની બાજુ પર આવેલા મકાનમાં હોય, અને તેને લગતી બધી સાધન સામગ્રી તથા વ્યવસ્થા પણ તે મકાનમાંજ હોય, રસ્તા પર ન હોય, અને તેથી જ રસ્તો તદન નિર્દોષ હોય, અને મુનિને જવું આવવું સુલભ હોય તે શાસ્ત્રકારે તે રસ્તે જવાની આજ્ઞા આપેલ છે. પરંતુ તે કેને? દરેકે દરેક મુનિને નહિ પરંતુ-vouત્ત-પ્રજ્ઞાવંત-ચતુર મુનિને અને તે પણ બીજા રસ્તાના અભાવેજ.
(૨) આ ભિક્ષાના પ્રસંગનું વર્ણન છે. એટલે ભિક્ષા લેવાના સ્થાને પઠન પાઠન, સજુય ધ્યાન, કે ધર્મોપદેશ કરવાની વાત જ ન હોય, પરંતુ શાસ્ત્રકારને આશય એ જણાય છે કે ભિક્ષાર્થે તો નહિ જવું એટલું જ નહિ પરંતુ સાય ધ્યાન જેવા ધમકરણને