________________
૪૩
જનદશન અને માંસાહાર,
તો કુટિરા શબ્દ રહે છે. એટલે સુકુર અને
દિવ એ બન્ને પર્યાયવાચી શબ્દો થયા. અને તે બન્ને પર્યાયવાચી હોવાથી તેના અર્થો પણ સમાન છે. હવે મધુટિવ એટલે માતુલિંગ એટલે બિજેરા (વૈદ્યક શબ્દસિંધુ) (રાજવલ્લભ ત્રીજો પરિચ્છેદ પૃષ્ટ ૭૦૮) એટલે કુટિર ને અર્થ પણ બિરા થાય
છે અને તે અર્થ ટીકાકારે પણ ગ્રહણ કરેલ છે. પ્રાણવાચક પર્યાય શબ્દો જ્યારે વનસ્પતિમાં વપરાય છે ત્યારે દરેક પર્યાયવાચક શબ્દને વનસ્પતિમાં સરખે જ અર્થ કરવામાં આવે છે. જેમકે, કુમાર અને કન્યા આ બન્ને પર્યાય શબ્દો છે અને તેનો અર્થ કુંવારી છોકરી થાય છે. આ બન્ને શબ્દ વનસ્પતિમાં વપરાય છે ત્યારે તેને અર્થ ગુવાર થાય છે.
ધૂર્ત અને પિતા એ પર્યાય શબ્દ છે અને તેને અર્થ ધૂતારે થાય છે. અને તે બન્ને વનસ્પતિમાં વપરાય છે ત્યારે તેને અર્થ પતૃ થાય છે. આ ન્યાયે રાત અને પિત્ત પર્યાયવાચી શબ્દો હોવાથી તે બન્નેને અર્થ પારાવત વૃક્ષનું ફળ એમ થાય છે. તથા કુર, લુદરા તથા કુટિયા એ બધા પર્યાયવાચી શબ્દો હોવાથી તેને અર્થ પણ સરખો જ થાય. એટલે કુઠ્ઠર ને અર્થ બીજોરું એ ઉપરના ન્યાયે બરાબર છે.
ઉપર જણાવ્યા પ્રમાણે વિવાદવાળા શબ્દોના વનસ્પતિવાચક અર્થો વૈદ્યક શબદકેષોમાંથી મળે છે. અને તેના ઔષધ તરીકેના ગુણો પણ પ્રભુને થએલા રોગ ઉપર ઉપયોગી છે તેમ વૈદ્યક ગ્રંથથી સિદ્ધ થાય છે. વળી ટીકાકારે પણ વનસ્પતિવાચક અર્થે સ્વીકારેલા છે. એટલે તે અર્થો સ્વીકારવા જોઈએ. વળી આ લેખની શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલ તે વખતની