________________
बात है । जिन शब्दोंका अन्य लोगोंको भ्रम हो रहा था उनके लिए यह पुस्तक बहुत ही लाभदायक और उपयोगी है। आशा है इस पुस्तकसे आबाल वृद्ध सभी लाभ उठावेंगे। लेखकका प्रयत्न स्तुत्य है।
બનારસ હિંદુ યુનિવર્સિટીના જૈન તત્વજ્ઞાનના ફેસર
પંડિતરત્ન સુખલાલજીને અભિપ્રાય.
પ્રસ્તુત વિષયમાં નીકળેલ સાહિત્ય મેં બહુ થોડું વાંચ્યું છે. તેમાં તમારું જ લખાણ વધારે સાદર વાંચ્યું છે. બેશક એમાં સમભાવ, સફલતા અને પક્ષ રજુઆતની ઢબ - એ બધું હદયગ્રાહી છે. કેટલીક દલીલ પણ નવી અને વિચારણીય છે, તેથી આ વિષય ઉપર વિચાર કરનારાઓને આ પુસ્તક કામનું છે જ.
નિશ્ચય અને વ્યવહાર દષ્ટિ વચ્ચે શો ફેર, બેમાં શું સંબંધ, બન્નેની શરૂઆત કઈ ભૂમિકામાં ને તેને વિકાસ તથા આવાં બધાં જ ઉત્સર્ગોપવાદ વાળાં સ્થળોને ઉક્ત બન્ને દષ્ટિએ શે ખુલાસો – એ બધું અવશ્ય વિચારવાનું છે જ.
હિંસા અને અહિંસાની – ભજ્યાભઢ્યની તાત્વિક ચર્ચા અતિ સ્પષ્ટતાથી પ્રાચીન જૈન શાસ્ત્રોમાં થઈ છે. એના પ્રકાશમાં પણ પ્રસ્તુત મુદો વિચારવાનું છે જ. પ્રત્યેક પ્રાન્તમાં કાળભેદે અને દેશ પરદેશની નવી નવી જાતિઓના પ્રાથમિક ને પછીના રિવાજ પણ ઐતિહાસિક દૃષ્ટિએ જોવાના છે. આપણે વર્તમાન જૈન સંસ્કાર પ્રથમથી એકજ સરખો છે કે તેમાં અનેકવિધતા હતી એ ઈતિહાસ વિના ન જણાય તેથી પુનઃ શાસ્ત્રીય અને ઐતિહાસિક