Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 29
________________ ૧૮ જૈનદર્શન અને માંસાહાર, ફેંકી દેવા લાયક ભાગ હાડકાં તથા કાંટા હોય છે તેમ આ ફળના ગરની અંદર જે ખાવા લાયક ભાગ માંસ રૂપે ગર છે તે ખાઈને તથા ફેંકી દેવા લાયક ભાગ કાંટા રૂપે જે ઠળીયા તથા કઠણ ભાગ છે તે ફેકી દે. એમ શાસ્ત્રકારનું સૂચન છે. શાસ્ત્રકારને આમ કહેવાનું પ્રયોજન એટલું જ કે સાધુજીએ તે ફકત પુ૮િ (ગર) નીજ માગણી કરી હતી, પરંતુ દાતારે ઠળીયા તથા કઠણ ભાગ મિશ્રિત ગર તેના પાત્રમાં નાખી દીધો તો તેનું હવે શું કરવું તે શંકા સાધુને અવશ્ય થાય તેના ખુલાસા રૂપે ઉપર પ્રમાણે ગર ખાવાનું અને ઠળીયા તથા કઠણ ભાગ પરઠવાનું–ફેંકવાનું શાસ્ત્રકાર ફરમાવે છે. અહીંયાં શા શબ્દનો અર્થ બાહ્ય પરિભેગા કરીને એમ નહિ લેતાં તેનો પ્રચલિત અર્થ “ખાઈને એમ લેવામાં આવેલ છે. ત્રીજો ખુલાસો – જે પદાર્થને થોડો ભાગ ઉપયોગમાં આવી શકતો હોય અને મેટો ભાગ ત્યાજ્ય હોય અને તે બન્ને ભાગને સંબંધ અવિનાભાવી સંબંધ ન હોય, પરંતુ સંગી સબંધ અગર તે નાન્તરીયક સંબંધ હોય, તેવા પદાર્થ તરીકે ભસ્ય (માછલાં) નું ઉદાહરણ પ્રાચીન સંસ્કૃત સાહિત્યના પ્રખર વિદ્વાન પુરૂષોએ આપેલ છે. પતંજલિ કૃત “મહાભાષ્યમાં ભાષ્યકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે. कश्चित् मांसार्थी मत्स्यान् सशकलान् सकण्टकान आहरति नान्तरीयकत्वात् स यावदादेयं तावदादाय शकलकण्टकानि કસ્તૂતિ . . (૪–૧–૯૨) તેમજ એમના પછી ઓછામાં ઓછા ૯૦૦ વર્ષ બાદ થએલા વાચસ્પતિ મિશ્ર પણ બન્યાય સૂત્ર ઉપરની તેમની તાત્પર્ય મીમાંસા' નામની ટીકામાં આજ ઉદાહરણનો પ્રયોગ કરે છે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72