________________
૨૩
જૈનદર્શન અને માંસાહાર. અને દિગં એ ઠળીયા માટે વપરાય છે. કયાંય પણ રાષ્ટિ એ હળીયા માટે કે દિલ એ હાડકા માટે વપરાયેલ નથી એટલે રાદિ (ઠળીયા) એ વિશેષણ જે મને લાગે છે તે મંત્ર પરમાટી નહિ, પણ ફળને ગર એમજ નક્કી થાય છે, કાણુ કે ઠળીયા પરમાટીમાં હોતા નથી, પણ કુળમાં જ હોય છે. આ ઉપરથી આ વનસ્પતિના અધિકારની વાત છે એમ નક્કી થાય છે.
- ૨ હવે તે વાત બીજા દષ્ટિબિંદુથી વિચારીએ. ખાવા માટે તૈયાર કરેલાં માંસ કે માછલાંમાં હાડકાં તથા કાંટા થોડા અને માંસ ઝાઝું હોય તે વાત તો માંસ ખાનાર સૌ કોઈ કહે છે, પણ અહીંયાં તો વહુદ્ધિાં અને વહુર એવા શબ્દ શાસ્ત્રકાર વાપરે છે. જે પ્રાણીના માંસની આ વાત હોય તે ઉપર જણાવ્યા પ્રમાણે તે શબ્દો બંધ બેસતા નથી. મદિરા ને બદલે સક્રિશ વાપરવું જોઈતું હતું, પરંતુ પ્રાણુને બદલે ઉપર જે વનસ્પતિના ઉદાહરણો આપેલા છે તે વનસ્પતિની વાત લઈએ તે વસ્તુમાં શબ્દ બરોબર ઘટી શકે છે.
૩ વળી સાધુજી ગૃહસ્થને વહોરાવવાનું કહે છે ત્યારે “મારું યદિ માં સક્રિય” એમ કહે છે. જે આ માછલાંની વાત છે એમ સ્વીકારીએ તે માછલાંમાંથી કાંટા અલગ થઈ શકતા નથી, તે તે સાથે જ રહે છે અને ચૂસીને જ ખવાય છે એટલે
ક પ દ ? એ વાત ઘટી શકતી નથી. પરંતુ વનસ્પતિના અધિકારની વાત લઈએ તો ઉપર આપેલાં ઉદાહરણ વાળી વનસ્પતિના ઠળીયા અગર કઠણુ ભાગ જરૂર અલગ પાડી શકાય તેમ છે. તે ઉપરથી પણ આ વનસ્પતિની વાત છે એમ નક્કી થાય છે.