________________
મલયસુંદરી
પ્રકરણ ૧ લું,
ધર્મનું મહામ્ય તથા સવરૂપ
चतुरंगो जयत्यर्हन् दिशन् धर्म चतुर्विधम् । चतुष्काष्टासु प्रसृतां जेतु मोहचमूमिव ॥१॥
ચારે દિશાઓમાં પ્રસરેલી હરાજાની સેનાને જીતવાને માટે જ જાણે ચાર શરીરને ધારણ કરી, ચાર પ્રકારના ધર્મ ઉપદેશને આપતા હોય તેવા અરિહંત જ્યવંત વર્તે છે.
ધર્મ સર્વોત્કૃષ્ટ મંગલ છે. સર્વ સમૃદ્ધિને દેવાવાળો ધર્મ છે. નાના પ્રકારનાં સુખની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. સંતાનને તારનાર, પૂર્વજોને પવિત્ર કરનાર, અપ કીર્તિને હરનાર, અને કીર્તિની વૃદ્ધિ કરનાર પણ ધર્મ જ છે. ધનની ઈચછાવાળાઓને ધન આપનાર, કામના અર્થિએને કામ આપનાર, સૌભાગ્યના અથિઓને સૌભાગ્ય આપનાર, પુત્રના અર્થિઓને પુત્ર આપનાર, રાજ્યાર્થિએને રાજ્ય આપનાર પણ ધર્મ જ છે. વધારે શું કહેવું? દુનિયામાં એવી એક પણ વસ્તુ કે, એ એક પણ પદાર્થ નથી કે ધર્મ કરનારને તે પ્રાપ્ત ન થાય. ટૂંકમાં કહીએ તે સ્વર્ગ અને મેક્ષની પ્રાપ્તિ પણ ધર્મથી જ થાય છે.