________________
તેનું નામ ફતેહપુર રાખ્યું. ત્યારથી તે ફતેહપુર-સિકિ તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું છે.
અકબરના ધર્મજિજ્ઞાસુ સ્વભાવને લઈને સિક્રિમાં તેણે એક મહાલય અણુવ્યો હતો, જે ઈબાદતખાના તરીકે પ્રસિદ્ધ હતું. આ ઇબાદતખાનામાં અકબર વિવિધ ધર્મના આચાર્યોને બોલાવીને તેમની સાથે ધાર્મિક ચર્ચા ચલાવતા અને પ્રત્યેક ધર્મનું સત્યાન્વેષણ કરતા. આ પ્રમાણે તેને જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજી સાથે પરિચય અને જૈનધર્મ તેમ જ “દયા’ની લાગણી જન્મવાના પ્રસંગે પણ આ કથાનકમાં જોડવામાં આવેલ છે.
નવલકથા લખવામાં મૂળ વસ્તુની સંકલન કરવા અને રસ પિલવામાં કાલ્પનિક પાત્રને પણ મૂકવા પડે છે, એટલું જ નહિ, પરંતુ સમયને અનુલક્ષીને ઘટિત કલ્પનાઓના તારે સાંધવા પડે છે, તે સંતવ્ય ગણાશે.
આ નવલકથા મેં લગભગ ચાર વર્ષ પૂર્વે શ્રીમાન દેવચંદભાઈની પ્રેરણાથી તૈયાર કરી તેમને સોંપી હતી. જેને લાંબે અંતરે પણ તેમણે બહાર મુકવાને તક આપી છે તે માટે સંતોષ જાહેર કરતાં મારે એ પણ જણાવી દેવું જોઈએ કે, તેઓ જેન છતાં જેની મહત્તાના કાલ્પનિક મોહને પસંદ ન કરતાં ઐતિહાસિક પ્રમાણને અનુલક્ષીને જ આ નવલકથા પ્રગટ થાય તે માટે તેવી શકમંદ ઘટનાઓ કાઢી નાખવા તથા તેને વધારે રસમય બનાવવાને ઘણા સુધારા વધારા સૂચવ્યા છે તે માટે હું તેમને આભારી છું અને ગ્રંથની મહત્તામાં તેમના શ્રમને પણ ઉપકારક સમજું છું–
ધ્રાંગધ્રા. / દલપતરામ ભાઈશંકર રાવળ. તા. ૧-૧-૨૧ |
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com