Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 388 સમવાય-૩ સાગરોપમની છે. આભંકર યાવતુ ચંન્નેત્તરાવતંસક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ ત્રણ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ત્રણ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે રાસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખનો અંત કરશે. સિમવાય-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરતાપૂર્ણા (સમાય-૪) 4] કષાય ચાર પ્રકારના છે- ક્રોધ, માન, માયા અને લોભ. ધ્યાન ચાર પ્રકારના છે-આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન શુકલધ્યાન. વિકથા ચાર પ્રકારની છે સ્ત્રીકથા, ભત્ત કથા, દેશકથા રાજકથા. સંજ્ઞા ચાર પ્રકારની છે આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા પરિગ્રહ સં. બંધ ચાર પ્રકારના છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ, પ્રદેશબંધ. યોજન ચાર ગાઉનો કહ્યો છે. અનુરાધા નક્ષત્રના ચાર તારા છે. પૂર્વાષાઢા નક્ષત્રના ચાર તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. તાલુકા પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાનકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સનત્કમાર અને મહેન્દ્રકલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચાર સાગરોપમની છે. કૃષ્ટિ, સુકૃષ્ટિ, કૃષ્ટિકાવત, કૃષ્ટિપ્રભા, કૃષ્ટિયુકત, કૃષ્ટિવર્ણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, કૃષ્ટિભ્રંગ કષ્ટિશ્રેષ્ઠ, કૃષ્ટિકૂટ, કષ્ટયુત્તરાવતંસક આ બાર વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર સાગરોપમની છે. તેઓ ચાર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને ચાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જે ચાર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સવ દુઃખોનો અંત કરશે. સમવાય-૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાપૂર્ણ ! સમવાય) પિ]ક્રિયા પાંચ પ્રકારની છે–કાયિકી, આધિકરણિકી, પ્રાàષિક, પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા. મહાવ્રત પાંચ પ્રકારના છે–સર્વથા પ્રાણતિપાતનું વિરમણ, સર્વથા મૃષાવાદનું વિરમણ, સર્વથા અદત્તાદાનનું વિરમણ, સર્વથા મૈથુનનું વિરમણ, સર્વથા પરિગ્રહનું વિરમણ કરવું. કામગુણ પાંચ પ્રકારના છે– શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. આશ્રવ પાંચ પ્રકારના છે– મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સંવર પાંચ પ્રકારના છે–સમ્યકત્વ વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ. નિર્જરા સ્થાન પાંચ પ્રકારના છે–પ્રાણાતિપાતથી વિરક્ત થવું, મૃષાવાદથી વિરક્ત થવું. અદત્તાધનથી વિરક્ત થવું, મૈથુનથી વિરક્ત થવું પરિગ્રહથી વિરક્ત થવું. સમિતિ પાંચ પ્રકારની છે-- ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિ, ઉચ્ચાસ્પ્રશ્રવણ-શ્લેષ્મ-નાસિકામલ-શરીરનો મેલ પરઠવાની સમિતિ. અસ્તિકાય પાંચ પ્રકારના છેલ્પમસ્તિકાય અધમસ્તિકાય, આકાશાસ્તિકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92