Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ સુત્ર-૨૨૮ 45 માતૃકાપદથી લઈને પ્રતિગ્રહ સુધીના અગિયાર અગિયાર ભેદો છે. આ પ્રમાણે સિદ્ધશ્રેણિકાથી લઈને ટ્યુતાગ્રુત સુધીના સાત પરિકર્મ છે. તેમાંના છ પરિકર્મ સ્વસિદ્ધાંત સંબંધી છે. સાત પરિકર્મ આજીવિકોને માન્ય છે. છ પરિકમ ચાર નયવાળા છે. જે જૈન સિદ્ધાંત માન્ય છે, સાત પરિકર્મ ત્રરાશિકોને માન્ય છે આ પ્રકારે પૂર્વાપરની સંકલનાથી તે સાત પરિકર્મ ઐરાશિક થઈ જાય છે. આ રીતે પરિકમનું વર્ણન છે. હે ભદન્ત! સૂત્ર નામના બીજા ભેદનું સ્વરૂપ કેવું છે? સઘળા દ્રવ્યોની, સમસ્ત પયયોની, અને સમસ્ત નયોની સૂચના કરનાર હોવાથી તેમને સૂત્ર કહે છે, તે સૂત્ર 88 પ્રકારનાં કહેલ છે. તે પ્રકારો આ પ્રમાણે છે-જુક, પરિણતા પરિણત, બહુભંગિક, વિપ્રત્યયિક અનંતર, પરમ્પર, સમાન, સંયૂથ, સંબિન, યથાત્યાગ, સૌવસ્તિક, ઘંટ, નંદાવર્ત, બહુલ, પૃષ્ટા- પૃદ, વ્યાવર્ત, એવંભૂત, દ્વિભાવ7, વર્તમાનોત્પાદ, સમભિરૂઢ. સર્વતોભદ્ર, પ્રમાણ. દુષ્પતિગ્રહ, એ બાવીસ સૂત્રો સ્વસમય સૂત્ર પરિપાટીથી એટલે કે જિનસિદ્ધાંતાનુસાર છિન્નચ્છેદનયિક છે, એજ બાવીસ સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટી અનુસાર અચ્છિ- નચ્છેદયિક છે, તથા એ બાવીસ સૂત્ર ત્રેરાશિક સૂત્ર પરિપાટી અનુસાર ત્રિકનયિક છે. તથા એ બાવીસ સૂત્ર જિનસિદ્ધાંત પરિપાટી અનુસાર સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નયોવાળા છે. ઉપરોક્ત પ્રકારે પૂવપરને ભેગા કરવાથી 88 ભેદ થઈ જાય છે. એમ કહેલ છે. સૂત્રનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. હે ભદન્ત! પૂર્વગતનું સ્વરૂપ કેવું છે? પૂર્વગતના ચૌદ પ્રકાર છે. એટલે કે દ્રષ્ટિવાદના ત્રીજા ભેદમાં 14 પૂર્વ છે. ઉત્પાદ પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો અને પયયોની ઉત્પાદની અપેક્ષાએ પ્રરૂપણા કરવામાં આવી છે. અગ્રણીય પૂર્વ-તેમાં સમસ્ત દ્રવ્યો, પર્યાયો અને જીવવિશેષોના પરિમાણનું વર્ણન કર્યું છે. વીર્ય પૂર્વ-તેમાં કર્મરહિત તથા કર્મ સહિત જીવોની અને અજીવોની શક્તિનું વર્ણન છે. અસ્તિનાસ્તિપ્રવાદ તેમાં જે જે વસ્તુ લોકમાં જે રીતે વિદ્યમાન છે, તેનું કથન થયું જ્ઞાનપ્રવાદ-તેમાં મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોની પ્રરૂપણા કરી છે. સત્યપ્રવાદ તેમાં સત્ય-સંયમ અથવા સત્ય વચનનું, તેમના ભેદોનું તથા તેના પ્રતિપક્ષીનું વર્ણન કર્યું છે. આત્મપ્રવાદ-તેમાં નાયસિદ્ધાંતની અપેક્ષાએ આત્માનું અનેક પ્રકારથી વર્ણન કર્યું છે. કર્મપ્રવાદ-તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કમોંનું, પ્રકૃતિ સ્થિતિ, અનુભાગ અને પ્રદેશબંધ એ ચાર ભેદો અને તેમના બીજા ભેદપ્રભેદોની અપેક્ષાએ વર્ણ કર્યું છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92