Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 89
________________ 462 સમવાય-પ્રકીર્ષક વાસુદેવોની સાથે ચક્રવડે લડતા હતા અને પોતાના તેજ ચક્રથી આખરે માર્યા ગયા. વાસુદેવના એક પ્રથમ વાસુદેવ સાતમી નરકમાં ગયા છે. બીજા, ત્રીજા, ચોથા પાંચમા અને છઠ્ઠા એ પાંચ વાસુદેવ છઠ્ઠી નરકમાં ગયા છે. સાતમા વાસુદેવ પાંચમી નરકમાં ગયા છે. આઠમા વાસુદેવ ચોથી નરકમાં ગયા છે. નવમા કષ્ણ ત્રીજી નરકમાં ગયા છે. | [344-345 જેટલા બળદેવો થાય છે તેઓ નિદાન વિનાના હોય છે. એટલે કે નિયાણું કરતાં નથી પણ જેટલા વાસુદેવો થાય છે તે બધા નિયાણું કરી થાય છે. બળદેવો ઉર્ધ્વગામી હોય છે પણ કેશવ-વાસુદેવો અધોગામી નરકગામી હોય છે. આઠ બલદેવો તો મોક્ષે ગયા છે. એક બલદેવ બ્રહ્મલોક કલ્પમાં ગયા છે તે બ્રહ્મલોકમાં ગયેલ બલદેવ પણ મનુષ્ય પયય પામીને મોક્ષે જશે. ૩િ૪૬-૩પ૧] જેબૂદ્વીપ નામના દ્વીપમાં આવેલા એરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચૌવીસ તીર્થંકર થયા છે. તેમના નામ ચંદ્રાનન, સુચન્દ્ર, અગ્નિસેન, નંદીસેન, ઋષિદત્ત, વ્રતધારી, સોમચંદ્ર તેમને હું નમસ્કાર કરું છું. તથા યુક્તિસેન, અજિતસેન, અને શિવસેનને હું વંદન કરું છું. બુદ્ધ દેવશર્મા અને નિક્ષિપ્ત શસ્ત્ર નામના જિનદેવને નમસ્કાર પણ કરું છું. અસંજ્વલન અને જિનવૃષભ ને નમસ્કાર કરું છું. અમિતજ્ઞાની અનંત નાથને હું નમન કરું છું. જેમણે કમરનો નાશ કર્યો છે એવા ઉપશાંત નામના જિનેશ્વરને હું નમન કરું છું. ગુપ્તિસેનને હું નમન કરું છું. અતિપાર્શ્વ, સુપાર્શ્વ દેવેશ્વર વંદિત મરૂદેવ એ જિનદેવોને હું વંદન કરું છું. નિર્વાણ પામેલા, દુઃખનો ક્ષય કરનારા અને શ્યામ કોઠવાળા ઘર નામના જિનદેવને હું નમું છું. રાગને જિતનાર અગ્નિસેનને ક્ષીણ રાગવાળા અગ્નિપુત્રને અને રાગદ્વેષ રહિત થઈને સિદ્ધગતિ પ્રાપ્ત કરનાર વારિસેન જિનદેવને હું નમસ્કાર કરું છું. [૩પ૨-૩પ૩ જેબૂઢીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળે ભારત વર્ષમાં સાત ફુલકર કરો, તેમના નામ-મિતવાહન, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત, સૂક્ષ્મ અને સુબંધુ. આ કુલકરો આગામી કાળમાં થશે. [૩પ૪] જંબૂદ્વીપ નામના દ્વીપમાં આગામી ઉત્સર્પિણી કાળમાં ઐરાવતક્ષેત્રે દસ કુલકર કરો, તેમના-વિમલવાહન, સીમંકર, સીમંધર, ભેમંકર, ક્ષેમંધર, દ્રઢઘનું, દશઘન, શતઘન, પ્રતિકૃતિ અને સુમતિ. [૩પપ-૩પ૯] જંબૂદ્વીપ નામના આ દ્વીપમાં આવેલા ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકરો થશે. તેમના નામ-મહાપા, સૂરદેવ, સુપાર્શ્વ સ્વયંપ્રભ, સવનુભૂતિ, દેવકૃત, ઉદય, પેઢાલપુત્ર, પોટ્ટિલ, સપ્તકીર્તિ, મુનિસુવ્રત, અમમ, સર્વભાવવિત, અહંતનિષ્કાય, નિપુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સંવર, અનિવૃતિ, વિજય, વિમલ, દેવોપપાત અને અહંત અનંતવિજય તે પૂર્વોક્ત ચોવીસ તીર્થકરો ભારત વર્ષમાં આગામી કાળમાં ધર્મતીર્થના ઉપદેશક કેવલી થશે. [360-364] તે ચોવીસ તીર્થંકરોના પૂર્વ ભવના જે નામ હતા. તે આ પ્રમાણેહતા શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, અણગાર પોથ્રિલ, દ્રઢાયું, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, દેવકી, કૃષ્ણ, સત્યકેિ, બલદેવ, રોહિણી, તુલસા,રેવતી, શતાલિ, ભયાલિ, કૃષ્ણદ્વૈપાયન નારદ, અંબડ, દારૂમૃત, અને સ્વાતિ બુદ્ધ. [365] તે ચોવીસ તીર્થકરોના 24 પિતા અને 24 માતા થશે વૃષભસેન આદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92