Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ 433 સુત્ર-૨૦૪ [204] લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનાનો છે. [205 અરિહંત પાર્શ્વનાથની 327000 ઉત્કૃષ્ટ શ્રાવિકા-સંપદા હતી. [20] ધાતકીખંડનો ચક્રવાલ વિખંભ ચાર લાખ યોજનનો છે. [27] લવણ સમુદ્રના પૂર્વ ચરમાન્તથી પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર પાંચ લાખ યોજનાનું છે. [28] ભરત ચક્રવર્તી છ લાખ પૂર્વ સુધી રાજ્ય પદ પર રહીને મુંડિત યાવત્, પ્રવ્રજિત થયા હતા. [20] જંબૂઢીપની પૂર્વ વેદિકાના ચરમાન્તથી ધાતકી ખંડના પશ્ચિમી ચર- - માન્તનું અવ્યવહિત અંતર સાત લાખ યોજનનું છે. [210 માહેન્દ્ર કલ્પમાં આઠ લાખ વિમાનો છે. [11] અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [212 પુરૂષસિંહ વાસુદેવ દસલાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પાંચમી પૃથ્વીમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. [13] શ્રમણ ભગવાન મહાવીર, તીર્થંકર ભવની પહેલા છઠ્ઠા ભવમાં પોટ્ટેિલનામના રાજકુમાર હતા. તે ભવમાં તે એક કરોડ વર્ષ સુધી સંયમ-જીવન પાળીને સહસ્ત્રાર કલ્પમાં સર્વાર્થવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા હતા. [214] આદિનાથ ભગવાન શ્રી ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર વર્ધમાનનું અવ્યવહિત અંતર એક કોટાકોટિ સાગરોપમનું છે. [15] બાર અંગ રૂપ ગણિપિટક પ્રરૂપેલ છે-આયારો, સૂયગડો, ઠાણે, સમવાઓ, ભગવઇ, નાયાધમ્મ કહાઓ, ઉપાસગ દસાઓ, અંતગડ દસાઓ, અનુત્તરહવાઈયદસાઓ પહાવાગરણે, વિવાગસૂર્ય, દિદ્ધિવાઓ. હે ભદન્ત! આયારોનું સ્વરૂપ કેવું છે? તેમાં નિગ્રંથ શ્રમણોના જ્ઞાનાચાર આદિ પાંચ આચાર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયિકવિનયથી મળતું કર્મક્ષયાદિ રૂપ ફળ, સ્થાન-કાયોત્સર્ગ, બેસવાનું અને સુવાનું, ગમન-વિચાર-ભૂમિ આદિમાં જવું તે, રોગાદિકને કારણે યતનાપૂર્વક ફરવું, આહાર પાણી ઉપધિ આદિની મર્યાદા, સ્વાધ્યાયાદિ ક્રિયામાં ત્રણે યોગને જોડવાં. ઈય સમિતિ આદિ પાંચ સમિતિ, મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર, - પાણી સંબંધી સોળ ઉદ્દગમના દોષો, સોળ ઉત્પાદના દોષો, દસ એષણાના દોષો એ ૪ર દોષોની વિશુદ્ધિ કરીને શુદ્ધ ગ્રહણ કરવું, મહાવ્રત નિયમ, તપ, ઉપધાન ઉપરોક્ત સઘળી બાબતોનું પ્રશસ્ત રીતે કથન કરવામાં આવ્યું છે. તે આચાર સંક્ષિપ્તમાં પાંચ પ્રકારના કહેલ છે. તે આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર. તેની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપ્રત્તિઓ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોકો છે અને સંખ્યાત નિયુક્તિઓ છે. તે આયારો અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેના બે શ્રુતસ્કંધો છે. પચીસ અધ્યયનો છે. પંચ્યાસી ઉદ્દેશન કાળ છે અને પંચ્યાસી સમુદેશન કાળ છે. આ અંગમાં અઢાર હજાર પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંતા ગમ, અનંત પર્યાયો છે. અસંખ્યાત [28] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92