Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ સત્ર-૩૭ 397 ભિષક, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિજ્યેષ્ઠા. [37] ચૈત્ર તથા આસો માસમાં પંદર મુહૂર્તનો દિવસ હોય છે અને પંદર મુહૂર્તની રાત્રિ હોય છે. વિદ્યાનુવાદ પૂર્વની પંદર વસ્તુઓ કહી છે. મનુષ્યના પંદર પ્રકારના પ્રયોગ હોય છે–સત્યમનપ્રયોગ, મૃષામન પ્રયોગ,સત્યમૂષામનપ્રયોગ, અસત્યામૃષામન પ્રયોગ, સત્યવચન પ્રયોગ, મૃષાવચન પ્રયોગ, સત્યમૃષા વેચન પ્રયોગ, અસત્યામૃષા વચન પ્રયોગ, ઔઘરિક શરીર કાય પ્રયોગ ઔદારિક મિશ્ર શરીર કાય પ્રયોગ, વૈકિય શરીર કાય પ્રયોગ, વૈકિય મિશ્ર શરીર કાય પ્રયોગ, આહારક શરીર કાય પ્રયોગ, આહાક મિશ્ર શરીર કાય પ્રયોગ, કામણ શરીર કાય પ્રયોગ. આ રત્ન પ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ પંદર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ પંદર સાગરોપમની છે. નંદ, સુનંદ, નંદાવર્ત નંદપ્રભ, નંદકાન્ત, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદવર્ણ, નંદલેશ્ય, નંદધ્વજ, નંદશૃંગ, નંદશ્રેષ્ઠ. નંદકુટ, નંદોતરાવતંસક આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંદર સાગરોપમની હોય છે. તેઓ પંદર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તેઓને પંદર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે, કે જેઓ પંદર ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૧૫,નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૧૬) [૩૮]સૂયગડો નો જે પહેલો શ્રુતસ્કંધ છે તેના સોળમાં અધ્યયનનું નામ “ગાથાષોડશક” છે. યથા-સમય, વૈતાલીય, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રી-પરિણા, નરક વિભક્તિ. મહાવીર સ્તુતિ, કુશીલ પરિભાષિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, માથા તથ્ય, ગ્રંથ, સમીકીય, ગાથાષોડશક, કષાય સોળ છે-અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન, ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. [39-40] મેરૂપર્વતના સોળ નામ છે-મંદર, મેરૂ, મનોરમ, સુદર્શન. સ્વયંપ્રભ. ગિરિરાજ રત્નોચ્ચય, પ્રિયદર્શન, લોકમધ્ય, લોકનાભિ, અર્થ, સૂર્યાવિત, સૂર્યાવરણ, ઉત્તર, દિગાદિ અવતંક. ૪૧]પુરૂષોમાં આદાનીય પાર્શ્વનાથ અરિહંતની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા સોળ હજારની હતી. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ કહી છે. અમરેન્દ્ર અને બલેન્દ્રની અવતારિકાલયનો ની લંબાઈ-પહોળાઈ સોળ હજાર યોજનની છે. લવણ સમુદ્રના મધ્યમભાગમાં વેલાની વૃદ્ધિ સોળ હજાર યોજનની છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈયિકોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ સોળ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સોળ પલ્યોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92