Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 66
________________ સૂત્ર-૨૨૩ 439 વ્રત, વિરમણ- મિથ્યાત્વ આદિમાંથી નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ, એ બધી બાબતોનું તેમજ શ્રાધ્યયનનું ઉગ્રતપની આરાધનાનું, અગિયાર પ્રતિમાઓનું, દેવાદિત ઉપસર્ગોનું, સંલેખનાનું, ભક્ત- પ્રત્યાખ્યાનનું, દેવલોકમાં ઉત્પન્ન થવાનું, ત્યાંથી ચ્યવીને ઉત્તમકુળમાં જન્મ પામવાનું પુનઃ બોધિલાભનું, અને મોક્ષપ્રાપ્તિનું નિરૂપણ કરાયું છે. આ સૂત્રમાં શ્રાવકોની દ્ધિ વિશેષોનું, માતાપિતા આદિ આવ્યંતર પરિષદું તથા ઘસદાસી મિત્ર આદિ બાહ્ય પરિષદનું, ભગવાન મહાવીરની સમીપ વિસ્તારપૂર્વક શ્રુતચારિત્રરૂપ ધર્મના શ્રવણનું, જિનધર્મની પ્રાપ્તિ રુપ બોધિલાભનું સદ્દઅસદ્ વિવેકરૂપ અભિગમનું, સમ્યકત્વની વિશુદ્ધતાનું, સ્થિરતાનું, શ્રાવકના મૂલગુણ અને ઉત્તરગુણોનાં અતિચારો, શ્રાવકપર્યાયરૂપ સ્થિતિ વિશેષનું, સમ્યગ્દર્શન આદિ પ્રતિમાઓ તથા અભિગ્રહ લેવાનું અને તેના પાલનનું, દેવાદિકૃત ઉપસર્ગો સહન કરવાનું, અને ઉપસર્ગના અભાવનું વર્ણન છે. અનશનાદિ વિચિત્ર તપ, શીલ તથા વ્રત, ગુણવ્રત, મિથ્યાત્વ આદિથી વિરક્તિ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસ આદિનું, તપ અને રાગાદિકોને જીતવાથી શરીર અને જીવને ક્રશ કરનાર એવી સંલેખનાના સેવનથી આત્માને ભાવિત કરીને જે શ્રાવક અનેક ભક્તોનું અનશન દ્વારા છેદન કરી નાંખે છે, ઉત્તમ કલ્પોના શ્રેષ્ઠ વિમાનોમાં ઉત્પન્ન થઈને તે દેવવિમાનરૂપી ઉત્તમ પુંડરીકોમાં કેવા કેવા અનુપમ સુખોને ભોગવે છે અને તે ઉત્તમ સુખોનો ક્રમશઃ ઉપભોગ કર્યા પછી ત્યાંથી આયુષ્ય સમાપ્ત થતા ચ્યવને કેવી રીતે સંયમથી પ્રશસ્ત બોધિને પ્રાપ્ત કરીને કેવી રીતે તમ (અજ્ઞાન): રજ (કર્મ) એ બન્નેના સમૂહથી રહિત બનીને સમસ્ત દુઃખોથી રહિત, ક્ષય રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. એ બધી બાબતોની પ્રરૂપણા કરવામાં આવી છે. તેમજ આ અંગમાં ઉપરોક્ત વિષયોનું તથા એજ પ્રકારના અન્ય વિષયોનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. આ અંગમાં સંખ્યાતવાચનાઓ છે, સંખ્યાતઅનુયોગદ્વાર છે, યાવતુ સંખ્યાત સંગ્રહણિઓ છે. અંગની અપેક્ષાએ તે સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાળ છે, દસ સમુદેશનકાળ છે, તેમાં પદોનું પ્રમાણ સંખ્યાત-છે. સંખ્યાત અક્ષરો છે. યાવતું ચરણકરણથી પ્રરૂપણા કરવામાં આવે છે. આ ઉવાસગ દસાઓનું સ્વરૂપ છે. [24] હે ભદન્ત! અંતગડ દસાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં અંતકૃત મુનિઓના નગરોનું, ઉધાનોનું, ચૈત્યોનું વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું, ધમચાયોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, ભોગના પરિત્યાગનું, દીક્ષાઓનું, શ્રાધ્યયનોનું, વિશિષ્ટ તપસ્યાઓનું, માસિકી આદિના ભેદથી બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું, તથા ક્ષમા, આર્જવ માદેવનું વર્ણન છે. અન્ય- ના દ્રવ્યનું અપહરણ કરવાથી ઉત્પન્ન થયેલ મલીનતાથી રહિત થવું, પૃથ્વીકાય આદિ સત્તર પ્રકારનો સંયમ, ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, આગમોક્ત વિધિ અનુસાર મુનિઓને આહાર પાણી લાવીને દેવા, પાંચ સમિતિઓ અને ત્રણ ગુતિઓ, અપ્રમાદ- યોગો, ઉત્તમ સ્વાધ્યાય અને ધ્યાન એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92