Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 81
________________ 424 સમવાય-પ્રકીર્ણક ગૌતમ ! આહારક શરીરની અવગાહના જઘન્ય એક રાત્નિપ્રમાણથી સહેજ ઓછી એટલે કે મુઠી વાળેલા હાથ જેટલા પ્રમાણની છે અને ઉત્કૃષ્ટ પૂર્ણ રાત્નિપ્રમાણ છે. હે ભદન્ત ! તેજસ શરીર કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! તૈજસ શરીર પાંચ પ્રકારનું કહ્યું છે-એકેન્દ્રિય તૈજસ શરીર, બેઈન્દ્રિય તૈજસશરીર, ઇન્દ્રિય તૈજસશરીર, ચઉન્દ્રિય તૈજસશરીર. અને પંચેન્દ્રિય તૈજસશરીર. હે ભદન્ત ! મરણાંતિક સમુદ્ધાત કરતી વખતે રૈવેયક દેવના તૈજસ શરીરની અવગાહના કેટલી મોટી થાય છે ? હે ગૌતમ! વિખંભ અને પહોળાઈની અપેક્ષાએ તે શરીરપ્રમાણ હોય છે. તથા આયામની અપેક્ષાએ જઘન્યથી અધોલોકમાં વિદ્યાધરશ્રેણી સુધી, ઉત્કર્ષની અપેક્ષાએ અધોલોકના ગામ સુધી, ઉપરની તરફ પોતાના વિમાનની ધ્વજા સુધી અને તિરછી મનુષ્ય ક્ષેત્ર સુધીની અવગાહના કહી છે. એ જ પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો સુધીના વિષયમાં સમજી લેવું એજ પ્રમાણે કામણ શરીરને વિષે પણ કહેવું જોઇએ. અવધિજ્ઞાનના ભેદ, અવધિજ્ઞાનનો વિષય અને અવધિજ્ઞાનનું સંસ્થાન, અવધિજ્ઞાનથી પ્રકાશિત ક્ષેત્રમાં કયા કયા જીવો છે. અવધિજ્ઞાનના ક્ષેત્રની બહાર કયા કયા જીવો છે, દેશરૂપ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનની વૃદ્ધિ અને હાનિ તથા પ્રતિપાતી અવધિજ્ઞાન અને પ્રતિપાતી અવધિજ્ઞાન એ બધી બાબતોનું વર્ણન અન્ય સ્થળોથી જાણવું જોઈએ. [243-248] હે ભદન્ત ! અવધિજ્ઞાન કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે- ભવપ્રત્યયિક અને ક્ષાયોપશમિક વેદના વીસ પ્રકારની છે- શીત, ઉષણ, શીતોષ્ણ વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવવંદના તથા શારીરિક વેદના, માનસિક વેદના. શારીરિક માનસિક વેદના, શાતા વેદના, અશાતા વેદના, શાતા અશાત વેદના, દુઃખ વેદના, સુખ વેદના, સુખદુઃખવેદના, આભ્યપગામિકી અને ઔપકમિટી, નિંદા તથા અનિદાં આ પ્રમાણે વીસ પ્રકારની જાણવી જોઈએ. [૨૪૯-૨પ૦-હે ભદન્ત! નારક જીવો શીત વેદનાને ભોગવે છે કે ઉષ્ણ વેદનાને ભોગવે છે કે શીતોષ્ણ વેદનાને ભોગવે છે? હે ગૌતમ ! નારક જીવો શીત વેદના અને ઉષ્ણ વેદનાનો ભોગવે છે પણ શીતોષણ વેદનાનો ભોગવતા નથી યાવત્ વેદનાપદ એટલે પ્રજ્ઞાપના સૂત્રના રૂપ માં પદથી વર્ણન સમજવું જોઈએ. હે ભદન્ત લેશ્યાઓ કેટલા પ્રકારની કહી છે? લેગ્યા છ પ્રકારની કહી છે- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોત વેશ્યા, કપોતલેશ્યા, તેજલેશ્યા, પઘલેશ્યા અને શુક્લલેશ્યા અનન્તર આહાર અહારોપભોગ, પુદ્ગળોને નહિ જાવું-જોવું અધ્યાવસન અને સમ્યકત્વ, એટલી વાત અહીં જાણવી. f251] હે ભદત્ત ! નાકી જીવો અનન્તર આહારવાળા હોય છે. ત્યાર બાદ તેમના શરીરની રચના થાય છે. ત્યારપછી અંગો અને ઉપાંગો બને છે, પછી ઇન્દ્રિય આદિના વિભાગ થાય છે. ત્યારબાદ શબ્દાદિક વિષમોને ભોગર્વ છે ત્યારબાદ તેઓ વૈક્રિય શરીરથી યુક્ત બને છે. હે ભદન્ત! આ વાત બરાબર છે? હે ગૌતમ! એજ પ્રમાણે હોય છે. આહારપદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના પદથી જાણી લેવું. * f252 હે ભદન્ત! આયુબંધ કેટલા પ્રકારના કહ્યા છે?.અને નરક ગતિમાં કેટલા પ્રકારનો આયુબંધ કહ્યો છે ? હે ગૌતમ! આયુબંધના છ પ્રકાર છે. અને નરગતિમાં છ એ પ્રકારનો આયુબંધ કહ્યો છે-જાતિનામનિધતાયુ, ગતિનામનિધતાયુ સ્થિતિનામ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92