Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ સુત્ર-૧૮૭ 43 [187] શીતા અને શીતોદા મહાનદીની સમીપ તથા મેરૂપર્વતની સમીપ બધા વક્ષસ્કાર પર્વતો 500-500 યોજન ઉંચા અને 500 કોશ ભૂમિમાં છે. બધા વર્ષધર કૂટપર્વત પ૦૦-૫૦૦ યોજન ઉંચા છે, તેમના મૂળનો વિધ્વંભ 500-500 યોજનનો છે. અરિહંત કૌશલિક ઋષભદેવ અને ભરત ચકી પાંચસો ધનુષ્ય ઉંચા હતા. મેરૂપર્વતની સમીપ સૌમનસ, ગંધમાદન, વિધુત્રભ અને માલ્ય વંતપર્વતની ઉચાઈ પ૦૦-પ00 યોજન ની છે. તથા પ00 કોશ ભૂમિની અંદર છે. હરિ, હરિસ્સહ કૂિટને છોડીને બધા વક્ષસ્કાર પર્વતકૂટો પડ્યોજન ઉંચા તથા તેમના મૂળનો આયામવિષ્ઠભપ૦૦ યોજનાનો છે. બલકૂટ પર્વતને છોડીને બધા નંદનકૂટ પર્વતો પ૦૦ યોજન ઉંચા તથા તેના મૂળનો આ- યામ-વિષ્ઠભ પ00 યોજનાનો છે. સૌધર્મ અને ઈશાનમાં વિમાનો પ00 યોજન ઉંચા છે. [188] સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં બધા વિમાન છસો યોજન ઉંચા છે. લઘુહિમવંત કૂટની ઉપરના ચરમાન્તથી લઘુહિમવંત વર્ષધર પર્વતના સમભૂમિ તલનું અવ્યવહિત અંતર છસો યોજનાનું છે. એ જ પ્રમાણે શિખરી કૂટથી તેના સમતલભૂમિનું અંતર છે. અરિહંત પાર્શ્વનાથની દેવ, મનુષ્ય અને અસુરલોકથી વાદમાં પરાજિત ન થવાવાળા છસો વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. અભિચંદ કુલકર છસો ધનુષ્ય ઉંચા હતા, અરિહંત વાસુપૂજ્ય છસો પુરૂષો સાથે મુંડિત કાવત્ પ્રવ્રજિત થયાં હતા. [18] બ્રહ્મ અને લાંતક કલ્પના બધા વિમાનો સાતસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાનું મહાવીરના સાતસો શિષ્યો કેવળી અને સાતસો મુનિ વૈક્રિયલબ્ધિસંપન્ન હતા. અરિહંત અરિષ્ટનેમિ થોડા ઓછા સાતસો વર્ષ સુધી કેવલી પર્યાયમાં રહીને સિદ્ધ યાવતુ સર્વદુઃખોથી મુક્ત થયા. મહાહિમવંત કૂટના ઉપરના ચરમાન્ડથી મહાહિમવંત વર્ષધરપર્વતના સમભૂભાગનું અને રૂકિટના ઉપરના ચરમાન્તથી રૂકિમ વર્ષધર પર્વતના સમભૂભાગનું અંતર ૭૦૦યોજન છે. T190 મહાશુક્ર અને સહસ્ત્રાર આ બે કલ્પોમાં બધા વિમાનો આઠ સો યોજના ઉંચા છે. આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડમાં આઠસો યોજનમાં વ્યંતર દેવોના ભૌમેય વિહારી છે. શ્રમણ ભગવાનું મહાવીરના અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થવાવાળા કિલ્યાણકારી ગતિસ્થિતિ વાળા એવું ભવિષ્યમાં નિર્વાણ પ્રાપ્ત કરવાવાળા અનુરોપપાતિક મુનિઓની સંપદા આઠસોની હતી. - આ રત્નપ્રભા પૃથ્વીના અતિસમ રમણીય ભૂભાગથી આઠસો યોજનાની ઉંચાઈ પર સૂર્ય ગતિ કરે છે. અરિહન્ત અરિષ્ટનેમિની દેવ, મનુષ્ય અને અસુર લોકોથી વાદમાં પરાજિત ન થવાવાળા આઠસો વાદી મુનિ- ઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. [191] આનત, પ્રાણત, આરણ અને અય્યત આ ચાર કલ્પોમાં બધા વિમાનો નવસો યોજનના ઉંચા છે. નિષધકૂટની ઉપરના શિખરતળથી નિષધ વર્ષધર પર્વતનો જે સમ ધરણિતલ ભાગ છે તે નવસો યોજન દૂર છે. એજ પ્રમાણે નીલવંત કૂટના ઉપરના શિખર તલથી નીલવંત વર્ષધર પર્વતના સમ ભૂભાગનું અંતર છે. વિમલવાહન કુલકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92