Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ સમવાય-૪૧ છે. મોહાલિકા વિમાન પ્રવિભક્તિના પ્રથમ વર્ગમાં 41 ઉદેશનકાલ છે. | સમવાય-૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરાયાપૂર્ણ ] (સમવાય-૪૨) [118] શ્રમણ ભગવાન મહાવીર બેતાલીસ વર્ષના શ્રમણ પર્યાય પાળીને સિદ્ધબુદ્ધ-પરિનિવૃત્ત યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. જંબુદ્વિીપના પૂર્વ ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના ચરમાન્તનું અવ્યવહિત અંતર બેતાલીસ હજાર યોજન છે. દભાસ, શંખ અને દકસીમ પર્વતનું અંતર પણ ચારે દિશાઓમાં એટલું જ છે. કાલોદ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર અને બેતાલીસ સૂર્ય ત્રિકાલમાં પ્રકાશિત રહે છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પની ઉત્કૃષ્ટ સ્થિતિ બેતાલીસ હજાર વર્ષની છે. નામ કર્મ બેતાલીસ પ્રકારનું કહ્યું છે. ગતિનામ, જાતિનામ, શરીર, શરીરાંગોપાંગ, શરીરબંધનનામ, શરીરસંઘાતનનામ, સંઘયણ નામ. સંસ્થાન, વર્ણનામ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુનામ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છુવાસ, આતનામ, ઉદ્યોત, વિહાયોગતિનામ, ત્રસનામ, સ્થાવર, સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તિ, અપર્યાપ્ત, સાધારણ શરીર પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુસ્વર, આદય, અનાદય, યશકીતિ, અયશકીર્તિ, નિમણિનામ, તીર્થંકરનામ. લવણ, સમુદ્રની આત્યંતર વેલાને બેતાલીસ હજાર નાગ દેવતા ધારણ કરેછે. મહાવિમાનપ્રવિભક્તિના બીજા વર્ગમાં બેતાલીસ ઉદેશનકાલ છે. પ્રત્યેક અવસપિણીના પાંચમા-છઠ્ઠા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. પ્રત્યેક ઉત્સર્પિણીના પહેલા-બીજા આરાનો કાળ બેતાલીસ હજાર વર્ષનો છે. સમવાય-૪૨-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૩) [11] કમવિપાકના તેતાલીસ અધ્યયનો છે. પહેલી, ચોથી અને પાંચમી આ ત્રણ પૃથ્વીઓમાં મળીને 43 લાખ નારકાવાસ છે. જંબૂદ્વીપના પૂર્વદિશામાં આવેલ તદ્દન અંતિમ પ્રદેશથી ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વ ચરમાન્તનો અવ્યવહિત અંતર 43000 યોજનાનું છે. એજ પ્રમાણે દરભાસ, શંખ અને દગ્નીમ પર્વતના ચરમાન્તનું અત્તર છે. મહાલિકાવિમાનપ્રવિભક્તિના ત્રીજાવર્ગમાં 43 ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૪૪) [12 દેવલોકથી ચુત ઋષિઓદ્વારા ભાષિત ઋષિભાસિત આગમના ચુંમાલીસ અધ્યયનો છે. અરિહંત વિમલનાથ પછી ચુંમાલીસ યુગ પુરૂષ શિષ્ય-સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી મુક્ત થયા છે. ધરણ નાગેન્દ્રના ચુંમાલીસ લાખ ભવનો છે. મહાલિકા વિમાન પ્રવિભક્તિના ચોથા વર્ગમાં ચુંમાલીસ ઉદ્દેશનકાલ છે. સમવાય-૪૪નીયનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92