Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ 44 સમવાય-૨૪ વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંય અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાન, વર્ધમાન. લઘુહિમવંત અને શિખરીવર્ષધર પર્વતોની જીવા ની લંબાઈ ચો- ૨૪૯૩ર યોજન તથા એક યોજનના આડત્રીસમા ભાગથી થોડી વધારે છે. દેવતાઓના ચોવીસ સ્થાન ઈન્દ્રવાળા છે શેષ અહમિન્દ્ર છે. ઉત્તરાયણગત સુર્ય કર્કસંક્રાંતિના દિવસે ચોવીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરીને મંડલાન્તરમાં પ્રવેશ કરે છે. મહાનદી ગંગા અને સિંધનો નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી થોડો વધારે છે. મહાનદી રક્તા અને રક્તવતી આ બે નદીઓના નિર્ગમસ્થાનનો વિસ્તાર ચોવીસ કોશથી કાંઈક વધારે કહ્યો છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસપલ્યોપમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ચોવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકમાંથી ઉપરવાળા, રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. નીચેના મધ્યમ ગ્રેવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચોવીસ સાગરોપમની છે. તે દેવો ચોવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ચોવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ચોવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. સમવાય-૨૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૨૫) પિપો પ્રથમ અને અંતિમ તીર્થંકરોના સમયમાં પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ કહી છે–પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના–ઈયસમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ, પ્રકાશયુક્ત પાત્રમાં ભોજન કરવું, આદાન ભંડમાત્ર નિક્ષેપણા સમિતિ, બીજા મહાવ્રતની પાંચ ભાવના-વિવેકપૂર્વક બોલવું કોધ-લોભ-ભય-હાસ્યનો ત્યાગ. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના–આવાસની આજ્ઞા લેવી, આવાસની સીમા જાણવી, આવાસની આજ્ઞા સ્વયં લેવી, સાધમિકના આવાસનો પરિભોગ પણ આજ્ઞા લઈને કરવો, બધાને માટે લાવેલાં આહારનો પરિભોગ ગુરૂ આદિની આજ્ઞા લઈને કરવો. ચોથા મહાવ્રતની પાંચ ભાવના-સ્ત્રી, પશુ અને નપુસંક આદિ દ્વારા સેવિત શધ્યા-આસન આદિનો ત્યાગ, રાગપૂર્વક સ્ત્રીકથાનો ત્યાગ, સ્ત્રીઓના મનોહર અંગોને રાગપૂર્વક જીવાનો ત્યાગ, પૂર્વે કરેલ રતિવિલાસના સ્મરણનો ત્યાગ, વિકારવર્ધક પ્રણીત આહારનો ત્યાગ. પાંચમાં મહાવ્રતની પાંચ ભાવના-શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય, અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયોના વિષયો સંબંધી મમત્વનો ત્યાગ. મલ્લિનાથ અરિહંત પચીસ ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વત પચીસ યોજન ઉંચા છે તથા ભૂમિમાં પચીશ કોશ ઉંડા છે. શર્કરા પ્રભા પૃથ્વીમાં પચીસ લાખ નારકાવાસ છે. પિક-પ૮] ચૂલિકા સહિત- આયારો-ના પચીસ અધ્યયનો છે- શસ્ત્રપરિજ્ઞા. લોકવિજય શીતોષ્ણીય, સમ્યક્ત્વ, આવંતિ, ધૂત, વિમોહ, ઉપધાન-શ્રુત, મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92