Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ સત્ર-૨૧૭ 435 સૂયગડોમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, એ અંગોની અપેક્ષાએ બીજું અંગ છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ અધ્યયન છે, તેત્રીસ ઉદ્દેશન કાળ છે, તેત્રીસ સમુદેશન કાળ છે, પદપરિમાણની અપેક્ષાએ છત્રીસ હજાર પદ . સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પયયો છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે. આ અંગમાં જિનોક્ત ભાવ સામાન્ય તથા વિશેષ રૂપે કહેવામાં આવેલ છે. પ્રજ્ઞપ્ત થયેલ છે. પ્રરૂપિત થયા છે, દર્શાવવામાં આવ્યા છે, નિર્દેશ કરાયો છે, ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં કહેલા આચારોનું યોગ્ય રીતે પાલન કરીને આત્મ-સ્વરૂપ બની જાય છે, તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે આ અંગમાં ચરણ- પ્રરૂપણા અને કરણપ્રરૂપણા આખ્યાત થયેલ છે, પ્રજ્ઞપ્ત થયેલ છે, પ્રરૂપિત થયેલ છે, દર્શિત થયેલ છે, અને નિદર્શિત થયેલ છે, આ તેનું સ્વરૂપ છે. [217-219] હે ભદન્ત ઠાણે સ્વરૂપ કેવું છે? તેમાં સ્વસમયની સ્થાપના કરવામાં આવી છે, પરસમયની સ્થાપના કરાય છે, સ્વસમય અને પરસમયની સ્થાપના કરાય છે, જીવની અને અજીવની સ્થાપના કરાય છે. જીવ અજીવ એ બન્નેની સ્થાપના કરાય છે, લોકની સ્થાપના કરાય છે, અલોકની સ્થાપના કરાય છે, લોકાલોકની સ્થાપના કરાય છે, સ્થાનાંગમાં પદાર્થોના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાળ અને પર્યાયની સ્થાપના કરાય છે. હિમવાનું આદિ પર્વતનું, ગંગા આદિ મહાનદીઓનું, લવણ આદિ સમુદ્રોનું, સૂર્યનું, અસુર આદિનાં ભવનોનું, ચંદ્ર આદિના વિમાનોનું સુવર્ણ આદિના ખીણોનું, સામાન્ય નદીઓનું, ચક્રવર્તી આદિના નૈસપી આદિ નિધિઓનું, પુરૂષોના ભેદોનું પન્ન આદિ સાતસ્વરોનું, કાશ્યપ આદિ ગોત્રોનું તથા તારા ગણોના સંચરણનું વર્ણન કરવામાં આવેલ છે. એક-એક પ્રકારના પદાર્થોની વક્તવ્યતા, પછી બેથી લઈને દસ સ્થાન સુધીની વક્તવ્યતા કરવામાં આવી છે. જીવોની પુદ્ગલોની અને લોકસ્થાયી ધમસ્તિકાયાદિક દ્રવ્યોની પ્રરૂપણા કરાઈ છે. સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે, સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, અને સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાએ આ ત્રીજું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે અને દસ અધ્યયનો છે. એકવીસ ઉદ્દેશન કાલ છે, એકવીસ સમુદ્દેશન કાલ છે, તેમાં બોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવરો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ અને નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાય છે, પ્રજ્ઞપ્ત થયા છે, પ્રરૂપિત થયા છે, દર્શિત થયા છે, અને ઉપદર્શિત થયા છે, આ સૂત્રનું અધ્યયન કરનાર તેમાં દર્શાવેલા આચારોનું યોગ્ય પ્રકારે પાલન કરીને આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણેના ચરણ કરણની પ્રરૂપણા ઠાણેમાં આખ્યાત થયેલ છે, યાવત્ ઉપદર્શિત થયેલ છે. [22] હે ભદત્ત ! સમવાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં સ્વસમયની પ્રરૂપણા કરાય છે, સ્વસમય અને પરસમયની પ્રરૂપણા કરાય છે, લોક અને અલોક આદિ ભાવોની પ્રરૂપણા કરવામાં આવી છે. સમવાયાંગમાં એક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92