Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ 386 સમવાય-૧ સામાન્ય વિવેક્ષાથી મોક્ષ એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયરૂપ છિદ્રોથી કમરૂપ જલનો, આગમન આસવ છે, તે સામાન્ય વિવફાથી એક છે. જીવરૂપ નૌકામાં ઈન્દ્રિયછિદ્રોથી આવતા કર્મરૂપ જલને રોકવું તે સંવર છે, સામાન્ય વિવાથી તે એક છે. અશુભ કર્મોદય જન્ય માનસિક કાયિક પીડા વેદના છે. તે સામાન્ય વિવેક્ષાથી એક છે. કર્મક્ષયરૂપ નિર્જરા સામાન્યરૂપે એક છે. જબૂદ્વીપ નામના દ્વીપના લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાની છે. અપ્રતિષ્ઠાન નામની સાતમી નરકભૂમિના મધ્યમ આવાસની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. સૌધર્મેન્દ્રના આભિયોગિક પાલક દેવ-દ્વારા વિકર્વિત પાલક * યાનવિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનાનની છે. સર્વાર્થસિદ્ધ વિમાનની લંબાઈ તથા પહોળાઈ એક લાખ યોજનની છે. આદ્રા નક્ષત્રનો એક તારો છે. ચિત્રા નક્ષત્રનો એક તારો છે. સ્વાતિ નક્ષત્રનો એક તારો છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના. કેટલાક નારકોની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. આ રત્નપ્રભા નામક પૃથ્વીના નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. શકરપ્રભા નામક પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ એક સાગરોપમની છે. અસુર કુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.અસુર કુમાર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક એક સાગરોપમની છે.અસુરેન્દ્રને છોડીને કેટલાક ભવનપતિ દેવોની સ્થિતિ એક પલયોપમની છે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કેટલાક ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિઓની સ્થિતિ એક પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની સ્થિતિ એક પલ્યોપમની છે. વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. સૌધર્મકલ્પમાં દેવોની જધન્ય સ્થિતિ એક પલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની જધન્ય સ્થિતિ કંઈક અધિક એક પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એક સાગરોપમની છે. સાગર, સુસાગર, સાગરકાન્ત, ભવ, મનુ, માનુષોત્તર, અને લોકહિત, આ સાત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની કહી છે. સાગર યાવતુ લોકહિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ એક પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે સાગર યાવતુ લોકહિત નામક પૂર્વોકત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે જીવો એક ભવ ગ્રહણ કરીને સિદ્ધ, બુદ્ધ અને સર્વથા પરિનિવૃત થઈ બધા દુઃખોનો અંત કરશે. સમવાય-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (સમવાય-૨ ) [2] તીર્થકરોએ દંડ બે બતાવ્યા છે અર્થદડસ્વપરના હિત માટે આવતી હિંસા, અને અનર્થદંડ-સ્વપરના હિત માટે ન હોય એવી વ્યર્થ કરાતી હિંસા. રાશિ બે પ્રકારની છે- જીવરાશિ અને અજીવ રાશિ. બંધન બે પ્રકારના છે-રાગબંધન અને દ્વેષબંધન. પૂર્વાફાલ્યુની નક્ષત્રના બે તારા છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બે તારા છે. ઉત્તરાભાદ્રપદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92