Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 59
________________ 432 સમવાય-પ્રકીર્ષક નવસો ધનુષ્ય ઉંચા હતા. આ રત્નપ્રભા પૃથ્વીના અતિ સમ રમણીય ભૂભા- ગથી નવસો યોજનાની ઉંચાઈ પર સૌથી ઉપરનો તારો ગતિ કરે છે. નિષધ પર્વતના શિખરથી આ રત્નપ્રભા પૃથ્વીના. પ્રથમકાંડના મધ્યભાગનું અવ્યવહિત અંતર નવસો યોજનાનું છે. એ જ પ્રમાણે નીલવંત વર્ષધર પર્વતના શિખરથી રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું પણ અત્તર છે. [192] બધા રૈવેયક વિમાનો એક એક હજાર યોજન ઉંચા છે. બધા યમક પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો આયામ-વિષ્ઠભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે ચિત્ર અને વિચિત્રકૂટ પર્વતોનું પરિમાણ છે. સર્વ વૃત્ત વૈતાઢ્ય પર્વતો એક એક હજાર યોજન ઉંચા છે, એક એક હજાર કોશ ભૂમિમાં ઉંડા છે અને તેના મૂળનો વિષ્કમ એકએક હજાર યોજનાનો છે. તેમજ તે પ્યાલાના આકારે સ્થિત છે. સર્વત્ર સમ છે. વક્ષસ્કાર કૂટોને છોડીને બધા હરિ, હરસ્સહ કૂટ પર્વતો એક એક હજાર યોજનના ઉંચા છે અને તેના મૂલનો વિખંભ એક એક હજાર યોજનાનો છે. એ જ પ્રમાણે નંદન કૂટને છોડીને બધા બલકૂટ પર્વતોનું પરિમાણ છે. અરિહંત અરિષ્ટનેમિ એક હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર શિષ્ય કેવલી થયા હતા. અરિહંત પાર્શ્વનાથના એક હજાર અંતેવાસી કાલધર્મને પ્રાપ્ત થઈને સર્વ દુઃખોથી મુક્ત થયા હતા, પદ્મદ્રહ અને પુંડરીકદ્રહનો આયામ એક એક હજાર યોજનનો છે. | [19] અનુત્તરોપપાતિક દેવોના વિમાનો અગીયારસો યોજન ઉંચા છે. અરિહંત પાર્શ્વનાથ અગીયારસો શિષ્યો વૈક્રિયલબ્ધિવાળા હતા. [194] મહાપા અને મહાપુંડરીક દ્રહનો આયામ બે-બે હજાર યોજનનો છે. [195] આ રત્નપ્રભા પૃથ્વીના વજકાંડની ઉપરીતન ચરમાંતથી લોહિતાક્ષ કાંડના નીચેના ચરમાન્તનું અવ્યવહિત અંતર ત્રણ હજાર યોજનાનું છે. [196 તિગિચ્છ દ્રહ અને કેસરી દ્રહનો આયામ ચાર-ચાર હજાર યોજનાનો છે. [197] ભૂતલમાં મેરૂપર્વતના મધ્યભાગમાં રૂચક. નાભિથી ચારે દિશાઓમાં મેરૂપર્વતનું અવ્યવહિત અંતર પાંચ-પાંચ હજાર યોજનાનું છે. 198] સહસ્ત્રાર કલ્પમાં છ હજાર વિમાનો છે. [199] આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડની ઉપરના ચરમાંતથી પુલક કાંડની નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર સાત હજાર યોજનાનું છે. રિ૦૦] હરિવર્ષ અને રમ્યુકવર્ષનો વિસ્તાર 8000 યોજનથી થોડો વધુ છે. [201} પૂર્વ અને પશ્ચિમમાં સમુદ્રનો સ્પર્શ કરતી થકી દક્ષિણાઈ ભરત ક્ષેત્રની જીવાનો આયામ નવ હજાર યોજનાનો છે. અરિહંત અજીતનાથના અવધિજ્ઞાની નવ હજારથી કંઈક વધારે હતા. [202] પૃથ્વીતલમાં મેરૂપર્વતનો વિષંભ દશ હજાર યોજનનો છે. [203] જંબૂદ્વીપનો આયામ-વિધ્વંભ એક લાખ યોજનનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92