Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સૂત્ર-૩૫ ૪છે જેમ ચોવીસ શિષ્યો થશે. બ્રાહ્મી આદિની જેમ 24 પ્રથમ શિષ્યાઓ થશે. શ્રેયાંસ આદિની જેમ 24 પ્રથમ ભિક્ષાદાતાઓ થશે. તે તીર્થકરોનાં ચોવીસ ચૈત્યવૃક્ષો હશે. જેની નીચે તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એવાં બાંધેલી વેદિકાવાળાં વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે. 3i66-367 જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવર્તીઓ થશે. તેમના નામ-ભરત, દીર્ઘદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદત શ્રીપુત્ર, શ્રીભૂતિ, શ્રી સોમ, પવ, મહાપ, વિમલવાહન, વિપુલવાહન, અને વરિષ્ઠ તેઓ આગામી કાળમાં ભરતક્ષેત્રમાં અધિપતિ થશે. [368-370] તે બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. અને બાર માતાઓ થશે અને બાર સ્ત્રીરત્નો થશે. જેબૂદ્વીપ નામનાં દ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણી કાળમાં નવ બળદેવ, અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ થશે. નવ બલદેવોની નવ માતાઓ થશે. * આ રીતે નવ બલદેવ અને નવ વાસુદેવના નવ મંડળ થશે, એટલે કે એક બલદેવ અને વાસુદેવ એમ બન્નેના નવયુગલ થશે. તેમના નામ-નન્દ નન્દમિત્ર, દીર્ઘબાહુ મહાબાહુ અતિબલ, મહાબલ, બલભદ્ર, દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ આ આગામી કાળમાં ઉત્પન્ન થનારા વાસુદેવોના તે નામ હશે. જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નિંદન, પદ્મ, અને છેલ્લા સંકર્ષણ એ નવ આગામી કાળમાં બલદેવો થશે. [371-373] તે બલદેવો અને વાસુદેવોના પૂર્વભવમાં નવ નામ હશે, નવ ધમચાયો થશે, નવ નિદાન ભૂમિઓ થશે નવ પ્રતિશત્રુ વાસુદેવો (પ્રતિ વાસુદેવો) થશે તે નવના નામ તિલક, લોહજંઘ, વજજંઘ, કેશરી, અલ્લાહ, અપરાજિત, ભીમ, મહાભીમ અને સુગ્રીવ આ પ્રતિવાસુદેવો કિર્તિપુરૂષ વાસુદેવોના પ્રતિશત્રુઓ થશે. તે બધા પ્રતિવાસુદેવો યુદ્ધમાં ચક્રની મદદથી લડશે. અંતે પોતાના જ ચક્રથી માય જશે. [374-281 જંબૂદ્વીપ નામના દ્વીપમાં ઐરાવતક્ષેત્ર નામના સાતમાં ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થકરો થશે તેમના નામ-સુમંગલ, સિદ્ધાર્થ નિવણ, મહાયશ, ધર્મધ્વજ, શ્રીચંદ્ર, પુષ્પકેતુ હાચંદ્ર, અહંત શ્રતસાગર, સિંદ્ધાર્થ, પુણ્યઘોષ, મહાઘોષા, સત્યસેન, સૂર્યસેન, મહાસેન, સર્વાનન્દ, સુપાર્શ્વ, સુવ્રત, સુકોલશ, અનંત વિજય, વિમલ, ઉત્તરે, મહાબલ અને દેવાનંદ એ ભવિષ્યકાળમાં ઐરાવત ક્ષેત્રમાં થનારા તીર્થકરોના નામ કહેલા છે તેઓ ત્યાં અગામી કાળમાં ધર્મતીર્થ પ્રવર્તક થશે. [382] બાર ચક્રવર્તીઓ થશે. બાર ચક્રવર્તીઓના બાર પિતા થશે. બાર ચક્રવર્તીઓની બાર માતાઓ થશે. બાર સ્ત્રીરત્નો થશે. નવ બલદેવ અને નવ વાસુદેવના નવ પિતા થશે. નવ વાસુદેવની નવ માતાઓ અને નવ બલદેવની નવ માતાઓ થશે. નવ દશાહમંડલ થશે તે વાસુદેવના પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ થશે. તેમના પૂર્વભવના નવ નામ હશે. તેમના નવ ધર્માચાર્યો થશે તેમની નવ નિદાનભૂમિ અને નવ નિદાનકારણો થશે. ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં થશે એમ કથન સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 88 89 90 91 92