________________ 478 સમવાય-અકીક છે, તેમની પરંપરાનું વર્ણન કરવામાં આવેલ છે. તેમજ પરિષહ કષાયરૂપ સૈન્યને જીતનારા તથા ઘેર્યરુપ ધનવાળા સંયમનું નિરંતર પાલન કરવાના દ્રઢ નિશ્ચયવાળા ધીર પુરુષોનું જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ યોગોની આરાધના કરનારા તથા માયા આદિ શલ્યોથી રહિત, શુદ્ધ મોક્ષમાર્ગ સન્મુખ જીવોનું અનુપમ દેવ જન્મના વૈમાનિક સુખનું તથા દેવલોકના અતિ પ્રશસ્ત અનેક મનોવાંછિત ભોગોને લાંબો સમય ભોગવીને ત્યાંથી દેવલોકનું આયુષ્ય પૂરું કરીને વીને, ફરીથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરનારાનું તથા કઈ રીતે તેમની મુક્તિ થાય છે, તેમનું વર્ણન તથા મોક્ષમાર્ગથી ચલિત દેવો તથા મનુષ્યોને સ્વમાર્ગ- ગમનમાં દ્રઢતા સંપાદન કરવાના કારણરૂપ બોધન, સંયમની આરાધના કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે સંયમના માર્ગેથી પતન થાય છે. તેની પ્રરૂપણા કરાઈ છે. તથા સંયમની આરાધનામાં ગુણ છે અને તેની વિરાધનામાં દોષ છે. એ પ્રકારના દર્શક વાક્યોનું કથન, તથા સંયમનું પાલન કરનારા દેવલોકમાંથી ઍવીને આવેલા કેવી રીતે શાશ્વત, શિવસ્વરૂપ અને સમસ્ત દુખોથી રહિત મોક્ષને પ્રાપ્ત કરે છે. તેનું વર્ણન, આ અંગમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરાયું છે. નાયાધમ્મકહાઓમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યા અનુયોગદ્વારો છે, સંખ્યાત પ્રતિપતિઓ છે, સંખ્યાત વેષ્ટકો છે. સંખ્યાત શ્લોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અંગની અપેક્ષાએ આ છઠું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધો છે, પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયનો છે, તે અધ્યયનો સંક્ષિપ્તમાં બે પ્રકારના છે, તેમાં ચરિત્ર આદિ રૂપે (મેઘકુમાર આદિના) સત્ય ઉદાહરણો છે. ભવ્ય જીવોને બોધ આપવાને માટે કલ્પિત ઉદ્યહરણો પણ છે. ધર્મકથાના દસ વર્ગ છે. તેમાં પ્રત્યેક ધર્મકથામાં પાંચસો પાંચસો આખ્યાયિકાઓ છે. પ્રત્યેક આખ્યાયિકામાં પ૦૦-૫૦૦ ઉપાખ્યાયિકાઓ છે. પ્રત્યેક ઉપાખ્યાયિકામાં 500-500 આખ્યાયિકા- ઉપાખ્યાયિ- કાઓ છે. આ રીતે પૂવપરની સંયોજન કરતા ત્રણ કરોડ પચાસ લાખ આખ્યાયિકાઓ છે. એમ ભગવાને કહેલ છે. પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ ઉદ્દેશન કાળ છે, ઓગણીસ સમુદેશન કાળ છે. પાંચ લાખ છોંતેર હજાર પદો છે, સંખ્યાત અક્ષરો છે. અનંતા ગમ છે, અનંતા પયિો છે, શાશ્વત, કૃત, નિબદ્ધ, નિકાચિત જિનકથિત ભાવો સામાન્ય અને વિશેષરૂપે કહેવાયા છે, યાવતું ઉપદર્શિત થયા છે. આ સૂત્રનું અધ્યયન કરી તે પ્રમાણે આચારનું પાલન કરનાર આત્મસ્વરૂપ થઈ જાય છે. તે જ્ઞાતા, વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રમાણે ચરણ કરણ પ્રરૂપણા આખ્યાત થયેલ છે, યાવતુ ઉપદર્શિત થયેલ છે. આ નાયાધમકહાનું સ્વરૂપ છે. [22] હે ભદન્ત ઉપાસગ દસાઓનું સ્વરૂપ કેવું છે? તેમાં ઉપાસકો ના નગરોનું, ઉદ્યાનોનું, ચેત્યોનું વનખંડોનું, રાજાઓનું, માતાપિતાનું, સમવસરણોનું. ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આલોક અને પરલોકની વિશિષ્ટ ઋદ્ધિઓનું, તેમજ ઉપા- સકોના શીલ-સામાયિક, દેશાવગાસિક, અતિથિસંવિ- ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org