Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ સુત્ર-૧૮ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ દસ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીમાં દસલાખ નારકાવાસ છે. પંકપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસસાગરોપમની છે. ધૂમપ્રભા પૃથ્વીના નૈરયિકોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. અસુરકુમાર દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવોની જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ હજાર વર્ષની છે. વાણવ્યંતર દેવોની જધન્ય સ્થિતિ દસહજાર વર્ષની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ દસપલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. લાંતક કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની છે. ઘોષ, સુઘોષ, મહાઘોષ, નંદીઘોષ. સુસ્વર, મનોરમા રમ્ય, રમક. રમણીય. મંગલાવર્ત અને બ્રહ્મલોકાવાંસક, એ અગિયાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની છે. તેઓ દસ પખવાડિએ શ્વાસોચ્છાસ લે છે. તેઓને દસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ દસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવ્યય-૧૧) [૧૯]ઉપાસક ની અગિયાર પ્રતિમાઓ હોય છે- દર્શન શ્રાવક કૃતવૃત કમ, કૃત સામાયિક, પૌષધોપલાસનિરત, દિવસે બ્રહ્મચર્યનું પાલન અને રાત્રે મૈથુન સેવનનું પરિમાણ દિવસે તેમજ રાત્રે બ્રહ્મચર્યનું પાલન અસ્નાન, રાત્રિભોજનવિરતિ કચ્છ પરિધાનપરિત્યાગ,મુકુટત્યાગ, સચિત્તપરિત્યાગ, આરંભપરિત્યાગ, પ્રખ્યપરિત્યાગ, ઉદ્દિષ્ટભક્તપરિત્યાગ, શ્રમણભૂત. લોકાત્તથી અવ્યવહિત એટલે કે તિચ્છી લોકના અત્તથી અગિયારસો અગિયારે યોજનને અંતરે જ્યોતિષ ચક્રનો આરંભ થાય છે. જબૂદ્વીપ નામના દ્વીપમાં અગિયારસો એકવીસ યોજન પ્રમાણ મેરૂપર્વતને છોડીને જ્યોતિષ ચ ભ્રમણ કરે છે. શ્રમણ ભગવાન મહાવીરના અગિયાર ગણધરી હતા. તેમના નામ-ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધમાં મંડિતપુત્ર, મૌર્યપુત્ર, અંકપિત, અચલભ્રાતા, મેતા અને પ્રભાસ મૂલ નક્ષ-ત્રના અગિયાર તારા છે. નીચેના ત્રણ શૈવેયકના દેવોના એકસો અગિયાર વિમાન છે. સુમેરૂ પર્વતના પૃથ્વીતલના વિસ્તારથી શિખરતલનો વિસ્તાર ઉંચાઈની અપેક્ષાએ અગિયાર ભાગ ન્યૂન છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર પલ્યોપમની છે. લાંક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. બ્રહ્મ, સુબ્રહ્મ, બ્રહ્માવત, બ્રહ્મપ્રભ, બ્રહ્મકાંત, બ્રહ્મવર્ણ, બ્રહ્મલેશ્ય, બ્રહ્મધ્વજ, બ્રહ્મશૃંગ, બ્રહ્મ શ્રેષ્ઠ, બ્રહ્મકૂટ, બ્રહ્મોત્તરાવસક, આ બાર વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ અગિયાર સાગરોપમની છે. તેઓને અગિયાર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92