Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ સૂત્ર-દર 407. ચક્ષુ ઇન્દ્રિય ધારણા, રસેન્દ્રિયધારણા, સ્પર્શેન્દ્રિય ધારણા, નોઈન્દ્રિયધારણા. - ઈશાન કલ્પમાં અઠયાવીસ લાખ વિમાનો છે. દેવગતિનો બંધ બાંધતો જીવ નામકર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો બંધ બાંધે છે.- દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિય શરીર, તેજસશરીર, કામણ શરીર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વૈક્રિય શરીરાંગોપાંગ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, દેવાનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત ઉછૂશ્વાસ, પ્રશસ્ત વિહાયોગતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અસ્થિરમાંથી કોઈ એક, શુભ-અશુ ભમાંથી એક, સુસ્વર દુસ્વરમાંથી એક, સુભગ દુર્ભાગમાંથી એક, અને આદેય અનાદેયમાંથી એક, યશકીર્તિનામ, નિમણિનામ. એ પ્રમાણે નારકી જીવ નરકનો બંધ બાંધતો નામકર્મની અઠયાવીસ પ્રકૃતિઓનો બંધ બાંધે છે.- અપ્રશસ્ત વિહાયોગતિ, હુડકસંસ્થાન, અસ્થિર, દુર્ભગ, અશુભ, દુસ્વર, અનાદેય, અયશકીર્તિ, તથા શેષ પૂર્વોકત પ્રકૃતિઓ. રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ 28- પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ અઠયાવીસ પલ્યોપમની છે. ઉપરીત ના પ્રથમ રૈવેયકના દેવોની જઘન્ય સ્થિતિ અઠયાવીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની અઠયાવીસ સાગરોપમની સ્થિતિ છે. તે દેવો અઠ્યાવીસ પખવાડિએ શ્વાસોચ્છશ્વાસ લે છે. તે દેવોને અઠયાવીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ અઠયાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. | સમવાય-૧૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ.] (સમવાય-૨૯) []પાપગ્રુત ઓગણીસ પ્રકારના છે-ભૂમિ, ઉત્પાત, સ્વપ્ન, આકાશ, શરીર, સ્વર, વ્યંજન,લક્ષણ, આ આઠ નિમિત્ત શાસ્ત્ર છે. ભૂમિશાસ્ત્ર ત્રણ પ્રકારનું છે.-સૂત્ર, વૃત્તિ, વાતિક. એ પ્રમાણે દરેક શાસ્ત્ર ત્રણ પ્રકારના છે એટલે ચોવીસ તથા વિકથાનુયોગ, વિદ્યાનુયોગ, મંત્રાનુયોગ, યોગાનુયોગ, અન્યતીર્થિના દ્વારા પ્રવર્તિત યોગ. અષાઢ, ભાદરવો, કાર્તિક, પોષ અને વૈશાખ મહિનો ઓગણત્રીસ અહોરાત્રિનો છે. ચંદ્રમાસનો એક દિવસ ઓગણત્રીસ મહીનો હોય છે. પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત સમ્યગુદષ્ટિ ભવ્યજીવ તીર્થંકર નામ સહિત નાકર્મની ઓગણત્રીસ પ્રકતિઓનો બંધ કરીને અવશ્ય વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નરયિકોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. તમતમપ્રભા પૃથ્વીના કેટલાક નૈિરયિકોની સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ઓગણત્રીસ પલ્યોપમની છે. ઉપરિતન મધ્યમ રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ઓગણત્રીસ સાગરોપમની છે. ઉપરાને પ્રથમ ગ્રેવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એગણત્રીસ સાગરોપમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92