Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ સૂત્ર-૨૨૫ 441 પ્રમાણે ઉપદેશ દેનારા જિનવરોનું અંતઃ કરણથી ધ્યાન ધરીને જ્યાં જેટલા જેટલા ભક્તોનું-કમનું અનશન દ્વારા છેદન કરીને ઉત્કૃષ્ટ જ્ઞાનયોગમાં લીન થઈને કાળધર્મ પામીને પરમ શ્રેષ્ઠ મુનિજન જે રીતે અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થયા છે તે વર્ણન છે. તથા તેઓ અનુત્તર વિમાનોમાં કેવાં અનુપમ દેવલોકના સુખોને પ્રાપ્ત કરે છે તે બધા વિષયોનું તથા તેઓ તે અનુત્તર વિમાનોમાંથી ઍવીને ક્રમશઃ સંયત થઈને કેવી રીતે મોક્ષમાં જશે તે વિષયનું વર્ણન કર્યું છે. પૂર્વોક્ત બધા વિષયોનું અને એ પ્રકારના અન્ય વિષયોનું વિસ્તારથી આ અંગમાં કથન કર્યું છે. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે. વાવતું સંખ્યાત સંગ્રહણી- ઓ છે.અંગોની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. દસ અધ્યયનો છે. દસ ઉદ્દેશકાળ,દસ સમુદ્દેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ છેતાલીસ લાખ એંસી હજ-રનું છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ આદિ છે. આ રીતે તેમાં સાધુઓના ચરણ- કરણની પ્રરૂપણા કરવામાં આવી છે. આ પ્રમાણે અનુત્તરોવવાઈય સૂત્રનુસ્વરૂપ છે. [22] હે ભદન્ત!પહા વાગરણું સ્વરૂપ કેવું છે? તેમાં એકસો આઠ પ્રશ્નો, અને એકસો આઠ અપ્રશ્નો એકસો આઠ પ્રશ્નપ્રશ્નોનું કથન થયું છે. તથા સ્તંભન, વશીકરણ, વિદ્વેષણ. ઉચ્ચાટન આદિ પ્રકારના જે જે વિદ્યાતિશયો છે તેમનું વર્ણન છે. નાગકુમાર તથા યક્ષ આદિની સાથે જે દિવ્ય સંવાદો થયા છે તેનું પણ આ અંગમાં વર્ણન છે. સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના પ્રજ્ઞાપક પ્રત્યેકબુદ્ધોએ વિવિધ અર્થવાળી ભાષા દ્વારા જે પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે તે પ્રશ્નોનું તથા આમઔષધિ આદિ લબ્ધિરૂપ અતિશયો વાળા, જ્ઞાનાદિક ગુણોથી યુક્ત અને રાગાદિકોથી રહિત અનેક પ્રકારની યોગ્યતાવાળા આચાર્યોએ જે પ્રશ્નોનું કથન કર્યું છે તેમનું તથા વીરભગવાનના શાસનમાં થઈ ગયેલા મહર્ષિઓએ જે પ્રશ્નોને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે, તેમનું વર્ણન છે. જગતના ઉપકારક દર્પણ, અંગુષ્ઠ, બાહુ, તલવાર મરકત આદિ મણિ, અતસીમાંથી બનાવેલ વસ્ત્રો, સૂર્ય, કુડ્યાભિત્તિ શંખ અને ઘટ આદિ સાથે સંબંધિત પ્રશ્નોનો ઉત્તર દેનારી જે વિદ્યા છે. તેને મહાપ્રશ્નવિદ્યા કહે છે. મનમાં ઉત્પન્ન થયેલા પ્રશ્નોના. ઉત્તર દેનારી વિદ્યાને મનપ્રશ્ન- વિદ્યા કહે છે. તે બન્ને પ્રકારની વિદ્યાઓમાં દેવો સહાયક થાય છે. સાધકની સાથે તે દેવતાઓને વિવિધ હેતુથી સંવાદ થાય છે. આ મુખ્ય ગુણ જે પ્રશ્નોમાં પ્રકાશિત થાય છે એવા પ્રશ્નોનું તથા જે પ્રશ્નો માણસને આશ્ચર્ય ચકિત કરી નાખે છે. એવા પ્રશ્નોના તથા જે પ્રશ્નો અનંતકાળ પૂર્વ સમદમશાળી ઉત્તમ અને અન્ય શાસ્ત્રોની અપેક્ષાએ સર્વોત્કૃષ્ટ જિન ભગવાનની સત્તા સ્થાપવામાં કારણભૂત છે. એટલે કે જિન ભગવાન થયા ન હોય તો જે પ્રશ્નોની ઉત્પત્તિ જ શક્ય ન હતી. આ રીતે અન્યથાનુપપત્તિથી અતીતકાળમાં પણ જિન ભગવાનની સત્તાનું જે પ્રતિપાદન કરે છે. એવા પ્રશ્નોનું તથા સૂક્ષ્મ અર્થવાળું હોવાથી મહામુશ્કેલીથી સમજાય એવું અને સૂત્ર બહુલ હોવાથી ઘણીજ મુશ્કેલીથી અધ્યયન કરી શકાય તેવું જે પ્રવચન - છે. જે સમસ્ત. સર્વજ્ઞો વડે માન્ય થયેલ છે. અને જે અબોધ લોકોને બોધ- દાતા બનેલ છે. તેનો પ્રત્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92