Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ સત્ર-૨૪૬ 53 છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ હઔદારિક શરીરો કેટલા પ્રકારનાં છે ? ઔદારિક શરીર પાંચ પ્રકારના કહ્યા છે-એકેન્દ્રિય ઔદ્યરિક શરીરથી લઈને ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય ઔદારિક શરીર સુધીના. ઔદારિક શરીરની અવગાહના કેટલી મોટી કહી છે? હે ગૌતમ! ઔદારિક શરીરની જઘન્ય અવગાહના પૃથ્વી આદિની અપેક્ષાએ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને બાદર વનસ્પતિકાયની અપેક્ષાએ એક હજાર યોજન પ્રમાણથી છોડી વધારે છે. જે રીતે ઔદારિક શરીરની અવગાહનનું પ્રમાણ કહ્યું છે. એ જ પ્રમાણે ઔદારિક શરીરના સંસ્થાન આદિના વિષયમાં પણ પ્રજ્ઞાપના સૂત્રમાં ર૧માં પદથી વર્ણન સમજી લેવાનું છે. હે ભદન્ત! વૈક્રિય શરીર કેટલા પ્રકારનાં છે? હે ગૌતમ! વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે એકેન્દ્રિય વૈક્રિય શરીર અને પંચેન્દ્રિય વૈક્રિય શરીર એજ પ્રમાણે સનકુમાર દેવોથી લઈને અનુત્તર વિમાનવાસી દેવો સુધીના શરીર ક્રમશઃ એક એક રાત્નિ હાથ) પ્રમાણ ન્યૂન છે, ઈત્યાદિ કહેવું. હે ભદન્ત ! આહારક શરીર કેટલા પ્રકારનાં છે ? હે ગૌતમ! આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે. જે આહારક શરીર એક પ્રકારનું કહ્યું છે તો તે મનુષ્યનું આહારક શરીર છે કે અમનુષ્યનું આહારક શરીર છે? હે ગૌતમ ! મનુષ્યનું આહારક શરીર છે, અમનુષ્યનું નહીં. જે તે મનુષ્યનું શરીર હોય તો ગર્ભ મનુષ્યનું શરીર છે કે સંમૂર્છાિમ મનુષ્યનું શરીર છે? હે ગૌતમ ! તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય છે, સંમૂર્ણિમ મનુષ્યનું શરીર નહીં. જો તે ગર્ભજ મનુષ્યનું આહારક શરીર હોય તો કયા ગર્ભજ મનુષ્યનું આહારક શરીર છે ? કર્મભૂમિ અથવા અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું? હે ગૌતમ! તે કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે. અકર્મભૂમિ ગર્ભજ મનુષ્યોનું નહીં. જો તે આહારક શરીર કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોનું હોય છે તો કયા મનુષ્યોનું હોય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું કે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું આહારક શરીર છે ? હે ગૌતમ ! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોને આહારક શરીર હોય છે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યનું નહીં. સંખ્યાત વર્ષના આયુષ્યવાળાનું હોય છે તો તે પર્યાપ્તકનું હોય છે કે અપર્યાપ્તકનું હોય છે ? હે ગૌતમ! પતિકનું હોય છે. અપર્યાપ્તકનું નહીં. જો પર્યાપ્તકનું હોય છે તો શું સમ્યગ્દષ્ટિવાળાનું હોય છે કે મિથ્યાવૃષ્ટિવાળાનું હોય છે, કે સમ્યગુ મિથ્યા દ્રષ્ટિવાળાનું હોય છે? હે ગૌતમ ! સમ્યવ્રુષ્ટિને જ આહારક શરીર હોય છે, મિથ્યાદ્રષ્ટિને હોતું નથી. જો સમ્યવ્રુષ્ટિને આહારક શરીર હોય છે તો સંયતને હોય છે કે અસંયતને? કે સંયતાસંયત ને હોય છે? સંયત ને હોય છે, અસંયત કે સંયતાસંયત ને હોતું નથી. જો સંયતને આહારક શરીર હોય છે તો તે પ્રમતસંયતને હોય છે કે અપ્રમત્તસંયતને હોય છે? હે ગૌતમ! પ્રમતસંયતને હોય છે અપ્રમત્ત સંયતને હોતું નથી. પ્રમત્તસંવતને આહારક શરીર હોય છે તો ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે કે ઋદ્ધિ અપ્રાપ્ત પ્રમત્ત સંયતને હોય છે? હે ગૌતમ! ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને આહારક શરીર હોય છે. અનૃદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયતને હોતું નથી, આ આહારક શરીર સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. હે ભદન્ત ! આહારક શરીરની અવગાહના કેટલી મોટી હોય છે? હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92