Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ 4Q8 સમવાય-૨૯ છે. તે દેવો ઓગણત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને ઓગણત્રીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો છે કે જેઓ ઓગણત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૦) [4-71] મોહનીય કર્મ બાંધવાના ત્રીસ સ્થાનો કહ્યા છે. જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને તીવ્ર અશુભ અધ્યવસાયથી ભીના ચામડા આદિરૂપ વેસ્ટન વડે મસ્તકને લપેટીને તેને મારી નાંખે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મુખ બાંધીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને અગ્નિના ધુમાડાથી મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મસ્તકનું છેદન કરીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કોઈ ત્રસ પ્રાણીને કપટથી મારીને અથવા કઠોર ફળ અથવા દંડથી મારીને હસે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે માયાચાર કરીને તથા અસત્ય બોલીને પોતાના અનાચારને છપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [72-79] જે પોતાના દુરાચારને છુપાવીને બીજા ને કલંક આપે છે કે તમોએ આ દુષ્કર્મ કર્યું છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કલહ વધારવા માટે જાણતો પણ પરિષદમાં મિશ્ર ભાષા બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે પોતાના આશ્રિત રાજાની પત્નીનો શીલભંગ કરે છે અથવા પતિ-પત્નીમાં મદભેદ ઉભો કરી રાજાને છેતરે છે, રાજ્યથી વંચિત કરે છે તથા તેઓને માર્મિક વચનોથી તિરસ્કારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, સ્ત્રીમાં આસકત વ્યક્તિ જો કુંવારો ન હોય છતાં પોતે પોતાને કુંવારો કહે તો મહામોહનીય કર્મ બાંધે છે, અત્યંત કામુક વ્યક્તિ, જે પોતે બ્રહ્મચારી ના હોવા છતાં પોતાને બ્રહ્માચારી કહે અને જે ગાયોની વચ્ચે ગધેડાની જેમ નિન્દનીય વચનો બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે ચાપલૂસી કરીને પોતાના સ્વામીને ઠગે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. 80-87 જે મનુષ્ય જે મનુષ્યની અથવા ગ્રામવાસીઓની કૃપાથી સમૃદ્ધ બન્યો છે. તે જ ઈર્ષ્યાથી તે મનુષ્યના કાર્યમાં વિબ નાખે, હાનિ પહોંચાડે તો મહામોહનીય કમી બાંધે છે. જેમ સર્પિણી પોતાના ઈડાનો નાશ કરે છે તેમ જે પોતાના ઉપકારી સ્વામીની અથવા સેનાપતિ, પ્રશાસકની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે રાષ્ટ્રનેતા, દેશનેતા અથવા નગરશેઠ આદિ પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે બહુજનોના નેતાની, જે ઘણાને માટે શરણભૂત હોય. એવા પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે મનુષ્ય સંયમીને પથભ્રષ્ટ કરે છે તે મહામોહનીય કમી બાંધે છે. જે અનંતજ્ઞાની, અનંતદર્શી ભગવતોની નિંદા કરે છે. તે મહામોહનીય કર્મ બાંધે છે. જે ન્યાય માર્ગની નિંદા કરે છે અને નિન્દા દ્વેષથી સ્વ-પરને વાસિત કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [૮૮-૯૫]જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂની પાસેથી જ્ઞાન અને ચારિત્ર મેળવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92