Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ 49 તેની જે નિંદા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂનો અવિનય કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે અબહુશ્રુત હોય છતાં પોતાને બહુશ્રુત કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે તપસ્વી ન હોય છતાં પોતાને તપસ્વી કહે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે સમર્થ હોવા છતાં પણ અસ્વસ્થ આચાર્ય આદિની સેવા નથી કરતો અને કહે છે કે તે ભલે મારી સેવા ન કરે તે માયાચારી, કલુષિત ચિત્ત અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ તીર્થનો ભેદ કરવા માટે કુશાસ્ત્રની પ્રરૂપણા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે આચાર્ય આદિ પોતાની પ્રશંસા અથવા પ્રિયજનોના હિત માટે મંત્ર આદિનો પ્રયોગ કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. [96-98] જે ઈહલોક અને પરલોકમાં ભોગોપભોગ પ્રાપ્ત કરવાની અભિલાષા કરે છે. પ્રાપ્ત ભોગોમાં સન્તોષ પામતો નથી તે મહામોહનીય કર્મ બાંધે છે. જે દેવતાની ઋદ્ધિ, કાન્તિ, યશ, વર્ણ, બળ અને વીર્યની નિંદા કરે છે અથવા બીજા દ્વારા કરાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે અજ્ઞાન, યશલોલુપ અસર્વજ્ઞ હોવા છતાં પોતાને સર્વજ્ઞ કહે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, ૯િીસ્થવિર મંડિત પુત્ર જે છઠ્ઠા ગણધર હતા, તે ત્રીસ વર્ષ સુધી શ્રમણપયનું પાલન કરીને સિદ્ધ થયા યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. એક અહોરાત્રિના ત્રીસ મુહૂર્ત હોય છે. તેઓના ત્રીસ નામ આ પ્રમાણે છે-રૌદ્ર, શકત, મિત્ર વાયુ. સુપીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ વિજય, વિશ્વસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ઈશાન, તw, ભાવિતાત્મા, વૈશ્રવણ, વરૂણ, શતભષ, ગંધર્વ, અગ્નિવૈશ્યાયન, આતપ,આવર્ત,તષ્ટવાન,ભૂમહ, ઋષભ,સવર્થિસિદ્ધ, રાક્ષસ અરિહંત અરનાથ ત્રીસ ધનુધ્ય ઉંચા હતા. સહસ્ત્રાર દેવેન્દ્રના ત્રીસ હજાર સામાનિક દેવો છે. અરિહંત પાર્શ્વનાથ. શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વર્ષ ગૃહવાસમાં રહીને અગારાવસ્થામાંથી અણગારાવસ્થામાં આવ્યા હતા. રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નારકાવાસ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. બધાથી ઉપરવાળા ગ્રેવેયક દેવોની જઘન્ય સ્થિતિ ત્રીસસાગરોપમની છે. ઉપરના મધ્યમ શૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની હોય છે. તે દેવો ત્રીસ પખવાડીએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ ત્રીસ ભવ કરીને સિદ્ધ થશે વાવ સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૩૧). [10] સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ છે- આભિનિબોધિક જ્ઞાનાવરણનો ક્ષય, શ્રુતજ્ઞાનાવરણનો ક્ષય, અવધિજ્ઞાનવરણનો ક્ષય, મન:પર્યવ જ્ઞાનાવરણનો ક્ષય, કેવલજ્ઞાનાવરણનો ક્ષય, ચક્ષુદર્શનાવરણનો ક્ષય, અચક્ષુદર્શનાવરણનો ક્ષય, અવધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92