Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ 410 સમવાય-૩૧ દર્શનાવરણનો ક્ષય, કેવલ દર્શનાવરણનો ક્ષય. નિદ્રાનો ક્ષય, નિદ્રાનિદ્રાનો ક્ષય. પ્રચલાનો ક્ષય, પ્રચલા-પ્રચલાનો ક્ષય, ત્યાનધિ નિદ્રાનો ક્ષય, સાતા વેદનીયનો ક્ષય, અસાતા વેદનીયનો ક્ષય, દર્શનમોહનીયનો ક્ષય, ચારિત્રમોહનીયનો ક્ષય, નરકાયુનો, તિર્યંચાયુનો મનુષ્યાનો અને દેવાયુનો ક્ષય, ઉચ્ચગોત્રનો ક્ષય, નીચગોત્રનો ક્ષય. શુભનામનો ક્ષય, અશુભ નામનો ક્ષય દાનાંત- રાયનો ક્ષય, લાભોતરાયનો ક્ષય. ભોગવંતરાયનો ક્ષય, ઉપભોગતરાયનો ક્ષય, વિયતરાયનો ક્ષય. | [101] પૃથ્વીતલપર મેરૂની પરિધિ થોડી ઓછી 31623 યોજ- નની છે. સૂર્ય અંતિમ બાહ્ય મંડલમાં જ્યારે ગતિ કરે છે ત્યારે ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને 31831 તથા એક યોજનના સાઈઠ ભાગોમાંથી ત્રીસ ભાગ દૂર હોવા છતાં પણ સૂર્યદર્શન થાય છે. અભિવધિત માસ એકત્રીસ અહોરાત્રિથી થોડા વધારે સમયનો હોય છે. સૂર્ય માસ કિંઈક ઓછા એકત્રીસ દિનરાતનો હોય છે. આ રત્નપ્રભાપૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકત્રીસ સાગરોપમની હોય છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકત્રીસ પલ્યોપમની હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકત્રીસપલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. બધાની ઉપરના રૈવેયક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તેઓની ઉત્કૃષ્ટસ્થિતિ 31. સાગરોપમની છે. તે દેવો 31 પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેમને 31000 વર્ષે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ 31- ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સર્વદુઃખોને અંત કરશે. | સમવાય-૩નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] સમવાય-૩ર [102-107 યોગસંગ્રહ બત્રીસ છે- આલોચના કરવી. આલોચનાનું બીજી રીતે કથન ન કરવું, આપત્તિ આવવા પર પણ ધર્મમાં દ્રઢ ન રહેવું. સહાયની અપેક્ષા કર્યા વિના નિસ્પૃહ થઈને તપ કરવું, શિક્ષા ગ્રહણ કરવી, શૃંગાર ન કરવો, કોઈને પોતાના તપની જાણ થવા દેવી નહી તથા પૂજ પ્રતિષ્ઠાની કામના ન કરવી, લોભ ન કરવો, પરિષહ સહન કરવા, સરળતા રાખવી, પવિત્ર વિચાર રાખવો, સમ્યગ્દષ્ટિ રાખવી, પ્રસન્ન રહેવું, પંચાચારનું પાલન કરવું, વિનમ્ર હોવું, ધૈર્ય રાખવું, વૈરાગ્ય ભાવ રાખવો, છળકપટનો ત્યાગ કરવો, પ્રત્યેક ધાર્મિક ક્રિયા વિધિપૂર્વક કરવી, નવીન કમોંનો બંધ થવા દેવો નહીં. પોતાના દોષોની શુદ્ધિ કરવી, સર્વ કામનાઓથી વિરક્ત થવું, મૂલગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન કરવા, દ્રવ્ય અને ભાવથી કાયોત્સર્ગ સમાચારીનું પાલન કરવું, શુભધ્યાન કરવું, મરણાંત કષ્ટ આવે છતાં પણ ધર્મમાં દૃઢ રહેવું, સર્વ વિષયવાસનાનો ત્યાગ કરવો, દોષોનું પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ થવું, અંતિમ સમયમાં સંલેખના કરીને પંડિતમરણથી મરવું. [108] દેવેન્દ્ર બત્રીસ છે- ચમર, બલિ, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92