Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ . . . . . . . . . . . . . 414 સમવાય-૩૪ વતમાં 1 = 34. જંબૂદ્વીપમાં ચોત્રીસ દીર્ઘ વૈતાઢ્ય પર્વત છે. જંબૂદ્વીપમાં ઉત્કૃષ્ટ ચોત્રીસ તીર્થકર ઉત્પન્ન થાય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાય છે. પહેલી, પાંચમી, છઠ્ઠી અને સાતમી આ ચાર પૃથ્વીઓમાં મળીને ચોત્રીસ લાખ નારકાવાસ હોય છે. સમવાય-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૫) [111 સત્ય-વચનના અતિશય પાંત્રીસ છે-સંસ્કાર યુક્ત ભાષા, ઉદાત્ત સ્વર, ગ્રામ્ય-દોષરહિતભાષા,ગંભીરસ્વર,પ્રતિધ્વનિયુક્તસ્વર,સરલભાષા રૂચિકરભાષા, શબ્દ અલ્પ પણ અર્થ અધિક, પૂવપર વિરોધ રહિત, શિષ્ટભાષા, અસંદિગ્ધભાષા, સ્પષ્ટભાષા, દયગ્રાહીભાષા, દેશકાલાનુરૂપ અર્થ, તત્વાનુરૂપ વ્યાખ્યા, સમ્બદ્ધ વ્યાખ્યા, પદ, વાક્યોનું સાપેક્ષ હોવું, વિષયનું યથાર્થ પ્રતિપાદન, ભાષામાધુર્ય, મર્મનું કથન ન કરવું,ધર્મ સમ્બદ્ધ પ્રતિપાદન,પરનિંદાઅનેઆત્મjશાસાથી રહિત કથન, ગ્લાધિનીય ભાયા, કારક-કાલ-વચન-લિંગ આદિના વિપર્યાસથી રહિત ભાષા, આકર્ષક ભાષા, અશ્રુતપૂર્વ વ્યાખ્યા, ધારા પ્રવાહ કથન, વિભ્રમ- વિક્ષેપ- રોષલોભ આદિ રહિત ભાષા, એકજ વિષયનું વિવિધ પ્રકારથી પ્રતિપાદન, વિશિષ્ટતાયુક્ત ભાષા, વર્ણ પદ વાક્યોનું અલગ પ્રતીત હોવું, ઓજયુક્તભાષા, ખેદરહિત કથન, તત્ત્વાર્થની સમ્યફ સિદ્ધિ. અરિહંત કુંથુનાથ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. દત્ત વાસુદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા, નંદન બલદેવ પાંત્રીસ ધનુષ્ય ઉંચા હતા. સૌધર્મ કલ્પની સુધમાં સભામાં માણવક ચૈત્યસ્તંભની નીચે અને ઉપર સાડા બાર સાડા બાર યોજન છોડીને મધ્યના પાંત્રીસ યોજનમાં વજમય વર્તુલાકાર ડબ્બામાં જિન ભગવાનની અસ્થિઓ છે. બીજી અને ચોથી આ બે પૃથ્વીઓમાં પાંત્રીસ લાખ નારકાવાસ છે. | સમવાય-૩૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૩૬) | [12] ઉત્તરાધ્યાનસૂત્રના ભગવાને છત્રીસ અધ્યયનો કહ્યા છે- વિનયશ્રત, પરિષહ ચાતુરંગીય, અસંસ્કૃત, અકામ-મરણીય પુરૂષવિદ્યા, ઉરબ્રીય, કપિલીય, નમિ-પ્રવ્રયા દ્રુમપત્રક, બહુશ્રુતપૂજા, હરિકેશીય, ચિત્ત-સંભૂત, ઈષકારીય, સભિક્ષુક, સમાધિસ્થાન, પાપશ્રમણીય, સંયમતીય, મૃગચય, અનાથી-પ્રવ્રજ્યા, સમુદ્રપાલીયા, રથનેમીય, ગૌતમ-કેશીય, સમિતીય, યજ્ઞીય, સામાચારી, ખલુંકીય, મોક્ષમાર્ગ ગતિ, અપ્રમાદ, તપોમાર્ગ, ચરણ-વિધિ, પ્રમાદસ્થાન, કર્મપ્રકૃતિ, વેશ્યા અધ્યયન, અણગાર-માર્ગ, જીવાજીવ વિભક્તિ. અમરેન્દ્રની સુધમાં સભા છત્રીસ યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરની છત્રીસ હજાર આર્થિકાઓ હતી. ચૈત્ર અને આસો આ બે માસમાં સૂર્ય એકવાર છત્રીસ આંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરે છે. સમવાય-૩૬ - નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સમવાય-૩૭ [117] અરિહંત કુંથુનાથના સાડત્રીસ ગણો અને સાડત્રીસ ગણધરો હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92