Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ સત્ર-૨ 387 નક્ષત્રના બે તારા છે. આ રત્નપ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે પલ્યોપમની છે. શર્કરા પ્રભા નામની પૃથ્વીના કેટલાક નારકોની સ્થિતિ બે સાગરોપમની છે. અસુરકુમાર દેવોમાંથી કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી ઓછી બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક સંજ્ઞીતિર્યંચ પંચેન્દ્રિયોની સ્થિતિ બે પલ્યોપમની છે. અસંખ્યાત વર્ષના આયુવાળા કેટલાક ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બે પલ્યોપમની છે. સૌધર્મ કલ્પના કેટલાંક દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે. ઈશાન કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ થોડી અધિક બે સાગરોપમની છે. સનસ્કુમાર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ બે સાગરોપમની છે. માહેન્દ્ર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમથી થોડી વધારે છે. શુભ, શુભકાન્ત, શુભવર્ણ, શુભગંધ, શુભલેશ્ય, શુભ-સ્પર્શ, સૌધમવતંસક આ નામક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની હોય છે. શુભ વાવતું સૌધમવતંક નામક ઉલ્લિખિત વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓ બે પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. શુભ યાવતું સીધમવતંક વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બે ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સમવાય-ર-નીમુનિદીપરત્નસાગરે કરેલવૂછાયાપૂર્ણ સમવાય-૩ | [3] ચારિત્ર આદિના વિનાશથી જે આત્માને નિસાર બનાવી દે તેને દંડ કહે છે, તે દંડ ત્રણ પ્રકારના છે-મનોદંડ, વચનદંડ, કાયદેડ. ગુપ્તિ ત્રણ પ્રકારે છે મનોગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ શલ્ય ત્રણ પ્રકારની છે- માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાદર્શન શલ્ય. ગર્વ ત્રણ પ્રકારનાં છે-ઋદ્ધિગર્વ, રસગર્વ અને સાતા ગર્વ. વિરાધના ત્રણ પ્રકારની છે-જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્ર- વિરાધના. મૃગશિર નક્ષત્રના ત્રણ તારા છે. પુષ્ય નક્ષત્રના ત્રણ તારા છે. જ્યેષ્ઠા, અભિજીત, શ્રવણ, અશ્વિની અને ભરણી નક્ષત્રના ત્રણ તારા છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. શકરપ્રભા પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા સંગી તિર્યંચ પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. અસંખ્યાતા વર્ષના આયુવાળા ગર્ભજ સંજ્ઞી મનુષ્યોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. સનકુમાર અને માહેન્દ્ર કલ્પના કેટલાક દેવોની સ્થિતિ ત્રણ સાગરોપમની છે. આભંકર, પ્રભંકર, આભંકર-પ્રભંકર ચંદ્ર, ચંદ્રાવર્ત, ચંદ્રકાંત, ચંદ્રવર્ણ, ચંદ્રલેશ્ય, ચંદ્રધ્વજ, ચંદ્રશંગ, ચંદ્રસૂઝ (શ્રેષ્ઠ) ચંદ્રકૂટ અને ચંદોત્તરાવતંસક આ 14 વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92