Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ ૪જજ સમવાય-પ્રકીર્ષક પ્રાપ્ત કરે છે. તથા તેમના મિત્રો પિતા, કાકા આદિ સ્વજન, ધનધાન્ય રૂપ વૈભવ, અંતઃપુરકોશ, કોષ્ઠાગાર, બલ-સૈન્ય, વાહન આદિ પ્રકારની સમૃદ્ધિ એ બધું વિશિષ્ટ પ્રકારનું હોય છે. તેમની પાસે વિવિધ રત્ન આદિના ઢગલે ઢગલા હોય છે. તથા અનેક પ્રકારના કામ ભોગોથી પ્રાપ્ત થતા વિશિષ્ટ પ્રકારનાં સુખો તેમને પ્રાપ્ત થયા કરે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ સુખવિપાક દશવનાર અધ્યયનોમાં સમસ્ત વિષય સ્પષ્ટ કરાયેલ છે. ભગવાન જિનેન્દ્ર પ્રભુએ આ વિપાક કહેલ છે. અવિચ્છિન્ન પરંપરાથી અનુબદ્ધ થયેલ અશુભ અને શુભ કર્મોના વિવિધ પ્રકારના વિપાક, જે સંવેગના કારણરૂપ છે તેનો આ વિપાકમૃતમાં કથન કર્યું છે, આ પ્રકારના બીજા પણ અનેક પ્રકારના વિષયોનું કથન કર્યું છે, આ વિપાક શ્રુતની સંખ્યાત વાચનાઓ છે. સંખ્યાત અનુયોગદ્વારો છે, વાવતુ સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની અપેક્ષાઓ તે અગિયારમું અંગ છે. તેમાં વીસ અધ્યયનો છે, વીસ ઉદ્દેશન કાળ છે, વીસ સમુદેશન કાળ છે, તેમાં સંખ્યાત હજાર-એક કરોડ ચોવસિી લાખ બત્રીસ હજાર પદ તથા સંખ્યાત અક્ષરો છે. અનંત ગમ છે, અનંત પર્યાયો છે. યાવતુ આ અંગમાં ચરણ અને કરણની પ્રરૂપણા થઈ છે. એ જ વિવાગસૂર્ય સ્વરૂપ છે. [228] હે ભદન્ત! દિઢિવાઓનું કેવું સ્વરૂપ છે? હે શિષ્ય ! સમસ્ત વાદોનું અથવા સમસ્ત નયરૂપ દ્રષ્ટિઓનું જેમાં કથન કર્યું છે. એવા બારમાં અંગમાં જીવાદિક સમસ્ત પદાર્થોની અથવા ધમસ્તિકાય આદિની પ્રરૂપણા કરવામાં આવી છે. તે દ્રષ્ટિ-વાદ સંક્ષિપ્તમાં પાંચ પ્રકારનો કહેલ છે. તે આ પ્રમાણે પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુ-યોગ, ચૂલિકા. હે- ભદન્ત! પરિકમનામના પહેલા ભેદનું સ્વરૂપ કેવું છે? સૂત્રાદિને ગ્રહણ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી તેનું નામ પરિકમે છે. તે પરિકમના હેતુરૂપ હોવાથી શાસ્ત્રનું નામ પણ પરિકર્મ છે. તે પરિકમના સાત પ્રકાર છેસિદ્ધ શ્રેણિનું પરિકર્મ મનુષ્યશ્રેણિનું પરિકર્મ, પૃષ્ઠશ્રેણિનું પરિકર્મ, અવગાહનશ્રેણિનું પરિકમ ઉપસંપદ્યશ્રેણિનું પરિકર્મ, વિપ્રજહશ્રેણિનું પરિકર્મ અને શ્રુતાશ્રુતશ્રેણિનું પરિકમ હે ભદન્ત ! સિદ્ધશ્રેણિના પરિકર્મનું સ્વરૂપ કેવું છે? હે શિષ્ય ! સિદ્ધશ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારનું છે-માતૃકાપદ, એકાઈક પદો, પાદૌષ્ઠ પદ, આકાશપદ, કેતુભૂત. રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂત, પ્રતિગ્રહ, સંસાર પ્રતિગ્રહ, નંદાવર્ત અને સિદ્ધબદ્ધ, એ ચૌદ સિદ્ધશ્રેણિકા પરિકર્મના પ્રકાર છે. હે ભદન્ત! મનુષ્યશ્રેણિકાપરિકર્મનું કેવું સ્વરૂપ છે? હે શિષ્ય ? મનુષ્ય શ્રેણિકાપરિ કર્મના ચૌદ પ્રકારો છે- માપદથી લઈને નંદાવર્ત સુધી 13 પ્રકાર છે. તથા મનુષ્યબદ્ધ નામનો તેનો ચૌદમો પ્રકાર છે. આ રીતે મનુષ્યશ્રેણિકાપરિકમના એ 14 પ્રકાર છે. બાકીના પૃષ્ઠશ્રેણિકાપરિકર્મ, અવગાહના શ્રેણિકાપરિકમ ઉપસઘશ્રેણિકાપરિકર્મ, વિપ્રજહશ્રેણિકાપરિકર્મ, અને અતાત્રુતા- શ્રેણિકાપરિકર્મ આ પાંચેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92