Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ 447 સૂત્ર-૨૩૨ હે ભદન્ત 1 નંડિકાનુયોગનું કેવું સ્વરૂપ છે ? એક વિષયની વક્તવ્યતા વાળી વાક્યપદ્ધતિનું નામ ચંડિકા છે. આ મંડિકાઓનો અર્થ કહેવો તે ગંડિકાનુયોગ, ગંડિકાનુયોગ અનેક પ્રકારનો કહ્યો છે. કુલકરચંડિકા-તેમાં વિમલવાહન આદિ કુલકરોના પૂર્વજન્મદિનું કથન કર્યું છે. તીર્થકરચંડિકા-તેમાં તીર્થકરોના પૂર્વજન્મ આદિનું કથન છે. ગણધરગડિકા-તેમાં ગણધરોના પૂર્વજન્મઆદિનું નિરૂપણ છે. ચક્રધરગડિકા-તેમાં ચક્રવતઓના પૂર્વજન્મ આદિનું પ્રતિપાદન છે. દશાહ- ચંડિકાતેમાં સમુદ્રવિજય આદિ દશાહના પૂર્વજન્મ આદિનું વિવરણ છે. બલદેવ- ગંડિકાબળદેવોના પૂર્વજન્મનું વર્ણન છે. વાસુદેવચંડિકા તેમાં વાસુદેવોના પૂર્વજન્મ આદિનું વર્ણન છે. હરિવંશગંડિકા- તેમાં હરિવંશનું વર્ણન છે. તપ કર્મચંડિકા-તેમાં તપકર્મનું વર્ણન છે. ચિત્રાન્તરગડિકા- તેમાં અનેક અર્થોનું વર્ણન છે. ઉત્સર્પિણી-ગંડિકા-તેમાં ઉત્સર્પિણીનું વર્ણન છે. અવસર્પિણીગંડિકા-તેમાં અવસર્પિણીનું વર્ણન છે. તથા અમર, નર, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓમાં જે ગમન થાય છે. તે ગમનોમાં જે વિવિધ પર્યટન-પરિભ્રમણ થાય છે. તેનું વર્ણન કર્યું છે. આ રીતે ગંડિકાનુયોગમાં ઉપરોક્ત પ્રકારની ગડિકાઓનું તથા તે પ્રકારની અન્ય ચંડિકાઓનું પણ સામાન્ય તથા વિશેષ રીતે વર્ણન કર્યું છે. તેમની પ્રજ્ઞાપના થઈ છે, ઉપમાન ઉપમેય દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે. વારંવાર તેમનું કથન કરેલ છે. શિષ્યોને સમજાવવામાં આવેલ છે. ગંડિકાનુયોગનું આવું સ્વરૂપ છે. હે ભદન્ત ! ચૂલિકાનું સ્વકપ કેવું છે? ઉત્પાદપૂર્વથી લઈને અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વ સુધીના ચાર પૂવની ચૂલિકાઓ છે. બાકીના પૂર્વો ચૂલિકા વિનાનો છે. ચૂલિકાનું એ પ્રકારનું સ્વરૂપ છે. દ્રષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિર્યુક્તિઓ છે, સંખ્યાત શ્લોક છે અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગોની ગણત્રીમાં તે બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, ચૌદ પૂર્વ છે. સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલવસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. સંખ્યાત પ્રાભૃતપ્રાભૃત છે, સંખ્યાત પ્રાભૃતિકાઓ છે, અને સંખ્યાત પ્રાભૃતપ્રાભૃતિકાઓ છે, તેમાં સંખ્યાત લાખ પદો છે. સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે, અનંત સ્થાવર છે. ઉપર દર્શાવેલા સમસ્ત જિનપ્રજ્ઞપ્ત ભાવ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયાર્થતાની અપેક્ષાએ અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, નિર્યુક્તિ, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણો દ્વારા તેમની પ્રતિષ્ઠા કરવામાં આવી હોવાથી તે નિકાચિત છે. આ બધા જિનપ્રજ્ઞત ભાવોનું આ અંગમાં સામાન્ય અને વિશેષ રૂપે કથન કરાયું છે, તેમની પ્રરૂપણા કરી છે, તે પ્રરૂપિત થયા છે. દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે. ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ દ્રષ્ટિવાદ અંગનું ભાવપૂર્વક અધ્યયન કરે છે તે તેમાં દશવિલ ક્રિયાઓનું સમ્યફ અનુષ્ઠાન કરવાથી આત્મસ્વરૂપ બની જાય છે. અને તેની જાણકાર બને છે, તેનું સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયોનો જાણકાર બને છે. આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ- વ્રત શ્રમણ ધર્મ સંયમઆદિની, કરણ પિંડવિશુદ્ધિ. સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે, વચન પર્યાયથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92