Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ હes - - સમવાય-૧૪ | [૩૧]અગ્રાયણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. શ્રમણ ભગવાનું મહાવીરની શ્રમવ્યસંપદા ચૌદ હજારની હતી. કર્મ વિશુદ્ધિ માર્ગણાની અપેક્ષાએ ચૌદ જીવસ્થાન છેમિથ્યાષ્ટિ, સાસ્વાદાન સમ્યગ્દષ્ટિ, સમ્યગૃમિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગુદષ્ટિ, વિરતાવિરત, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિનાદર,અનિવૃત્તિ બાદર, સૂમસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ, સયોગકેવલી, અયોગકેવલી. ભરત અને ઐરાવત એ દરેક ક્ષેત્રની જીવા વિસ્તારની અપેક્ષાએ 1471 યોજન અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી છ ભાગ (19) પ્રમાણ છે. પ્રત્યેક ચક્રવર્તીના ચૌદ રત્ન છે. સ્ત્રીરત્ન, સેનાપતિ રત્ન, ગાથાપતિરત્ન, પુરોહિતરત્ન, વાધકિરત્ન, અશ્વરત્ન, હસ્તિરત્ન અસિરત્ન, દડરન, ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, મણિરત્ન અને કાકિણી રત્ન. જંબદ્વીપ નામના દ્વીપમાં ચૌદ મહાનદીઓ છે જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે-ગંગા, સિંધુ રોહિતા, રોહિતાશા, હરિ, હરિકાન્તા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકૂલા, પકૂલા, રક્તા અને રક્તવતી, આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક ને રયિકોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના. કેટલાક નૈરયિકોની સ્થિતિ ચૌદ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવો ની સ્થિતિ ચૌદ પલ્યોપમની છે. લાંતક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. મહાશુક્ર કલ્પના દેવોની જધન્ય સ્થિતિ ચૌદ સાગરોપમનીછે. શ્રીકાંત, શ્રી મહિત, શ્રી સૌમનસ, લાંતક, કારિષ્ઠ, મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોરાવતુંસક એ આઠ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે. તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ચૌદ સાગરોપમની છે. તેઓ ચૌદ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને ચૌદ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે કે જેઓ ચૌદ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપુર્ણ ] (સમવાય-૧૫) ૩િ૨-૩૪ોપરમાધાર્મિક પંદર હોય છે–અંબ, અંબરિષ, શ્યામ, સબલ, રુદ્ર, ઉપદ્ધ, કાળ, મહાકાળ, અસિપત્ર, ધન, કુંભ, વાલુક, વૈતારિણી ખરસ્વર, મહાઘોષ. [૩પભગવાનું નમિનાથ પંદર ધનુષ્ય ઉંચા હતા. ધ્રુવરાહુ કુણપક્ષના પડવાથી પ્રતિદિન ચંદ્રકલાના પંદરમાં ભાગને આચ્છાદિત કરતો રહે છે- પડવાના દિવસે પંદરમાંથી એક ભાગને ઢાંકી દે છે. બીજની તિથિએ બીજા ભાગને, ત્રીજની તિથિએ ત્રીજા ભાગને, એવી રીતે પંદરમી તિથિએ અર્થાતુ અમાવાસ્યાની તિથિએ પંદરમાં ભાગને ઢાંકી દે છે. ધવરાહુ શુકલ પક્ષમાં તે આચ્છાદિત પંદર ભાગો- માંથી દરરોજ એક એક ભાગને અનાવૃત કરતો રહે છે–એકમના દિવસે ચંદ્રની પ્રથમ કલાને પ્રગટ કરે છે. બીજના દિવસે બીજી કલાને, ત્રીજના દિવસે ત્રીજી કલાને, એમ પૂણમાના દિવસે પંદરમી કલા પ્રગટ કરે છે. [૩]છ નક્ષત્રો ચંદ્રની સાથે પંદર મુહુર્ત સુધી યોગ કરે છે, તે જ નક્ષત્રો- શત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92