Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ 440 સમવાય-પ્રકીર્ણક બન્નેના લક્ષણો એ બધા વિષયોનું તેમજ સર્વ વિરતિરૂપ ઉત્તમ સંયમને પ્રાપ્ત કરનારા, પરિષહોને જીતનારા મુનિઓને ઘાતિકને ક્ષય થતાં કેવી રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેઓએ કેટલા વર્ષ સુધી દક્ષાપયય પાળી, જે રીતે તેમણે તેનું પાલન કર્યું, તથા જે મુનિ જ્યાં પાદપોપગમન સંથારાને ધારણ કરીને તથા જે મુનિ જેટલા ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને અજ્ઞાન અને મલીન કર્મસમૂહથી રહિત બનીને અન્તકૃત થયા છે સર્વોત્કૃષ્ટ મોક્ષસુખને પામ્યા છે. એવા સઘળા મુનિઓ વર્ણન આ અંગમાં કર્યું. આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગદ્વારો છે, યાવતું સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગની અપેક્ષાએ આ આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, પ્રથમ વર્ગની અપેક્ષાએ દસ અધ્યયન છે, આઠ વર્ગ છે. દસ ઉદ્દેશનકાળ છે, દસ સમુદેશન કાળ છે. તેમાં પદોનું પ્રમાણ ત્રેવીસ લાખ ચાલીસ હજારનું છે. સંખ્યાત અક્ષરો. યાવતું મુનિના ચરણકરણની પ્રરૂપણા કરવામાં આવે છે. આ પ્રમાણે અંતગડ દસાઓનું સ્વરૂપ છે. 225 હે ભદન્ત ! અનુત્તરોવવાઈયદશાનું કેવું સ્વરૂપ છે? તેમાં અનુત્તર વિમાનોમાં ઉત્પન્ન થનાર મુનિઓનાનગરો, ઉદ્યાનો. ચેત્યો, વનખંડો, રાજાઓ, માતાપિતા, સમવસરણો, ધર્માચાર્યો, ધર્મકથાઓ, આ લોક અને પરલોકની વિશિષ્ટ અદ્ધિઓ, ભોગપરિત્યાગ, પ્રવ્રજ્યા, શ્રાધ્યયન, તપ ઉપધાન ઉગ્રતપશ્ચર્યા, પયયો, દીક્ષા, પ્રતિમાઓ, સંલેખનાઓ, આહાર પાણીના પ્રત્યાખ્યાન, પાદપોપગમન સંથારા, અનુત્તરવિમાનોમાં જન્મ, ત્યાંથી ચ્યવીને ઉત્તમ કુળોમાં જન્મ, ફરીથી બોધિલાભ પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ એ બધા વિષયોનું વર્ણન કર્યું છે. આ સૂત્રમાં તીર્થકરોના સર્વોત્કૃષ્ટ મંગળકારી તથા જગતને માટે હિતકારી સમવસરણોનું, ચોત્રીસ અતિશયોનું, જિનદેવના શિષ્યોનું, શ્રમણોના સમૂહનાં શ્રેષ્ઠ હાથીની સમાન, અવિચળ કીર્તિવાળા અને સ્થિર સંયમવાળા, પરિષહ સૈન્યરૂપી અરિદળનો નાશ કરનારા, તથા તપથી દેદીપ્યમાન ચારિત્ર અને સમ્યકત્વથી શ્રેષ્ઠ અનેક પ્રકારના વિસ્તૃત અને પ્રશંસનીય ઉત્તમ ક્ષમાદિ સગુણોવાળા તથા અણગારના ગુણોવાળા તથા શ્રેષ્ઠ તપસ્યા કરનારા, વિશિષ્ટ જ્ઞાન અને મન વચન કાયના વ્યાપારરૂપ યોગથી યુક્ત ગણધરોનું વર્ણન છે. લોક હિતકારક જિન ભગવાનના શાસનનું વર્ણન છે, અનુત્તરવાસી દેવોની વિશિષ્ટ ઋદ્ધિઓ કેવી છે તે પણ તેમાં બતાવ્યું છે. તથા દેવ અસુર અને મનુષ્યોની પરિષદ કેવી રીતે ભગવાનની પાસે જતી હતી એ વાત પણ તેમાં છે. કેવી રીતે તેઓ ભગવાનની ભક્તિ સેવા કરે છે, ત્રિલોકના ગુરૂ જિનેશ્વર ભગવાન, -વૈમાનિક દેવો ચક્રવર્તી આદિ રાજાઓ, અસુરભવનપતિ આદિ, ઉપલક્ષણથી બંતર અને જ્યોતિષ્ક દેવો-એ બધાની સમક્ષ કેવી રીતે ધમોપદેશ આપે છે, જિનેન્દ્ર ભગવાનનું પ્રવચન સાંભળીને જેમના કમનો ક્ષય થયો છે એવા ભવ્યજનો વિષયોથી વિરક્ત થઈને કેવી રીતે અનેક પ્રકારના તપ અને સંયમ ને પ્રાપ્ત કરે છે એ બધાનું વર્ણન છે. ઘણા વર્ષો સુધી શ્રુતચારિત્રનું મન વચન કાયાથી આરાધન કરનારા જિનાગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92