Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ સુત્ર-૪૨ 399 રોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. સૌધર્મ ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ સત્તર પલ્યોપમની છે. મહાશુક કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. સહસ્ત્રાર કલ્પના દેવોની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની છે. સામાન, સુસામાન, મહાસામાન, પા, મહાપદ્મ, કુમુદ, મહાકુમુદ, નલિન, મહાનલિન, પૌંડરીક, મહાપોંડરીક, શુકલ મહાશુકલ, સિંહ, સિંદ્ધાન્ત, સિંહ- વીર્ય ભાવિય, આ સત્તર વિમાનોમાં, જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની છે. દેવો સત્તર પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને સત્તર હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ સત્તર ભવ કરીને સિદ્ધ થશે યાવતું સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૧૮) [43] બ્રહ્મચર્ય અઢાર પ્રકારે છે– દારિક મનુષ્ય તિર્યંચ સંબંધી કામભો ગોનું સ્વયં મનથી સેવન ન કરવું. બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરવો. સેવન કરનાર વ્યક્તિની મનમાં પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું વચનો દ્વારા જાતે સેવન ન કરવું, બીજાને સેવન કરવાની પ્રેરણા ન આપણી, સેવન કરનારની વાણીથી પ્રશંસા ન કરવી, ઔદારિક કામભોગોનું શરીરથી સેવન ન કરવું, બીજાને સેવન કરવા માટે પ્રેરવા નહીં સેવન કરનારની શરીરથી અનુમોદના ન કરવી, એ જ પ્રમાણે દેવ સંબંધી એટલે કે વૈકિય શરીર સંબંધી કામભોગોનું સ્વયં મનથી સેવન કરવું નહીં, બીજા પાસે મનથી સેવન કરાવવું નહીં, સેવન કરનારને મનથી અનુમોદન આપવું નહિ, વેક્રિય શરીર સંબંધી કામભોગોનું વચનથી જાતે સેવન કરવું નહીં, બીજા પાસે વાણીથી સેવન કરાવવું નહીં, સેવન કરનાર વ્યક્તિની વાણીથી પ્રશંસા કરવી નહીં, દિવ્ય કામભોગોનું શરીરથી જાતે સેવન કરવું નહીં. બીજાને સેવન કરવા પ્રેરવા નહીં, અને સેવન કરનારને કાયાથી અનુમોદન આપવું નહીં. ૪િ૩-૪૪]અરિહંત અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ શ્રમણ સંપદા અઢાર હજાર હતી. શ્રમણ ભગવાનું મહાવીરે બાલ-વૃદ્ધ સમસ્ત શ્રમણોના આચારસ્થાનો અઢાર કહ્યા છે-છ વ્રત નું પાલન, છકાય જીવોની રક્ષા, અકલ્પનીય વસ્ત્ર-પાત્ર આદિનો નિષધ, ગૃહસ્થના ભાજન, પર્ઘક, નિષધા, સ્નાન, અને શરીર શુશ્રષાનો ત્યાગ. [૪૫]ચૂલિકા સહિત આયારો સૂત્રના પદોનું પ્રમાણ અઢાર હજારનું છે. બ્રાહ્મી લિપિનું લેખવિધાન અઢાર પ્રકારનું કહ્યું છે– બ્રાહ્મી, યાવની, દોષ પુરિકાખરોષ્ટ્રી, ખરસાવિકા,પહારાતિકા, ઉચ્ચ, તારિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈનાકિયા નિન્દુવિકા, એકલિપિ, ગણિતલિપિ, ગંધવલિપિ, આદશલિપિ, માહેશ્વરીલિપિ. દામલિપિ, બોલિન્દી લિપિ, અસ્તિ-નાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ કહી છે. ધૂમ્રપ્રભા પૃથ્વીનો વિસ્તાર એક લાખ અઢાર હજાર યોજનાનો છે. પોષ અને આષાઢ માસમાં એક દિવસ ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો હોય છે. તેમજ એક રાત્રિ અઢાર મુહૂર્તની હોય છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92