Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ 411 સૂત્ર-૧૦૮ હરિકાન્ત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાણવક, પૂર્ણ, વશિષ્ઠ જલકાન્ત, જલપ્રભ. અમિતગતિ, અમિતવાહન, વેલમ્બ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ, આ વીસ ભવનપતિના ઈન્દ્રો છે, સૂર્ય અને ચંદ્ર આ બે જ્યોતિષ્ક દેવોના ઈન્દ્રો છે. શક્ર, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક, સહસાર, પ્રાણત, અય્યત આ દશ વૈમાનિક ઈન્દ્રો છે, કુંથુનાથ અરિહંતના બત્રીસ સામાન્ય કેવલી હતા. સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાન છે. રેવતી નક્ષત્રના બત્રીસ તારા છે. નૃત્ય બત્રીસ પ્રકારનું છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. તમસ્તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ પલ્યોપમની છે. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત આ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તે દેવો બત્રીસ પખવાડિએ શ્વાસોચ્છુવાસ લે છે. તે દેવોને બત્રીસ હાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ બત્રીસ ભવ કરીને સિદ્ધ થશે, યાવતું સમસ્ત દુઃખોનો અંત કરશે. સમવાય-૩ર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (સમવાય-૩૩) [19] આશાતના તેત્રીસ છે- જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમનાથી આગળ ચાલે તો શિષ્યને આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની બરોબર ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેને સંઘટો કરતા-ચાલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ નજીક ઉભા રહે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની આગળ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની બરોબર બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની એકદમ શરીર સંઘટો થાય તેમ બેસે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની સાથે અંડિલ ભૂમિ ગયા હોય અને પહેલાં શૌચ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેની પહેલાં ઈવપથિક પ્રતિક્રમણ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમની સાથે કોઈ વાર્તાલાપ કરવા આવે અને શિષ્ય તેની સાથે પહેલાંજ વાતલિાપ કરવા લાગે તો આશાતના દોષ લાગે. રાત્રે અથવા સધ્યા સમયે રાત્મિક પૂછે-આર્ય! કોણ સૂતા છે? અને કોણ જાગે છે? ત્યારે જાગૃત હોવા છતાં ઉત્તર ન આપે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમની ઉપેક્ષા કરી અશનાદિ ચાર પ્રકારના આહારની ગુરૂજન પહેલા બીજા નાના સાધુ પાસે આલોચના કરે તો આશાતના દોષ લાગે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92