________________
દષ્ટિએ આ ગ્રંથરત્નને વ્યવસ્થિત રીતે નયવાદની સાપેક્ષતાના સંસ્કારવાળા સંપાદન પૂર્વક પ્રકાશમાં લાવવાની ભાવના જાગેલી.
પણ એક પછી એક આગમે, તાત્વિક–ગ્રંથેના સંપાદન-સંશોધન અને બીજી કેટલીક પ્રવૃત્તિઓમાં આ ગ્રંથ ૧૮ વર્ષ સુધી રાજના સ્વાધ્યાય માટેની ચુંટેલી સામગ્રી ભેગે મહત્ત્વપૂર્ણ પુસ્તક તરીકે સુરક્ષિત રહ્યો.
પણ ઉસ્માનપુરાના (અમદાવાદ) ગત ચાતુર્માસમાં અનેક તાત્વિક બાબતેની વિચારણા માટે ખૂબ જ મંથન કરનારા ચિત્રકૂટ રેવતાચલાદિ તીર્થોદ્ધારક બાળબ્રહ્મચારી સ્વ. આ. શ્રી વિજય નીતિસૂરીશ્વરજી મ. ના સમુદાયના પૂ. તપ્રેમી સૌજન્યમૂર્તિ મુનિ રત્નશ્રી ચંદ્રોદયવિજયજી મ. તથા તાત્વિક પદાર્થોના નિષ્ણાત સુદેશના દક્ષ મુનિશ્રી દવિજયજી મ. ની અર્થ વ્યવસ્થાની બધી જવાબદારી ઉપાડવા સાથે આ ગ્રંથને પ્રકાશન કરવા માટેની આગ્રહભરી સૂચના થઈ એટલે “ વૈવિ' ન્યાય મુજબ શ્રી નવકાર મહામંત્ર પ્રભાવે અને દેવગુરૂકૃપાએ મનને સંક૫ આપોઆપ પૂરો થતે નિહાળી શ્રી નવકાર મંત્રની અદૂભૂત શક્તિઓને કૃતજ્ઞ ભાવે અનુભવવા સાથે આ ગ્રંથમાં વર્ણવાયેલ નય–સપ્તભંગી આદિથી ગહન બાબતેને વ્યવસ્થિત રીતે કરી સંપાદન કરવાનું કામ શક્તિ બહારનું છતાં “મે યથાશક્તિ તથં' ન્યાય મુજબ પ્રવૃત્તિ કરી છે, સફળતા કેટલી મળી ! તે તે તત્ત્વજ્ઞ વિચારક વાચકો સમજી શકશે.