________________
૧૪
આ હકીકત તત્ત્વજ્ઞ તટસ્થ વિદ્વાનેની અનુભવસિદ્ધ છે.
આ પરિસ્થિતિમાં આપણે ત્યાં નિશ્ચયનયના ગ્રંથો નથી, એ વાત કૂપમંડૂક જેવી આપણી અજ્ઞાનદશા સુચવે છે.
આપણે ત્યાં નિશ્ચયનયને સમજાવનાર ઢગલા બંધ સાહિત્ય છે. પણ બાળજીને અધિકાર ન હાઈ નિશ્ચયનયની ભૂમિકાની પરિકર્માણ માટે વ્યવહારનયનું વિધિવત્ , આસેવન જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે કરવાનું દર્શાવનાર અનેક ગ્રંથે જાહેરમાં મુકાયા છે. - જ્યારે નિશ્ચયનયનું સાપેક્ષ વર્ણન કરનારા ગ્રંથ અધ્યાત્મસાર-અધ્યાત્મપનિષ, ધર્મ પરીક્ષા, ગદૃષ્ટિ સમુચ્ચય, સમ્યકત્વ સપ્તતિકા-દ્રવ્ય ગુણ પર્યાઅને રાસ-દ્રવ્યાનુગ તર્ક, સમ્મતિ-તર્ક, ઉપદેશ રહસ્ય, ઉપદેશપદ, શ્રી સીમંધર સ્વામી વિજ્ઞપ્તિ (૧૨૫ ગાથાની અને ૩૫૦ ગાથાની) પાંચસમવાય નિશ્ચય-વ્યવહારનું સ્તવન આદિ આદિ ઘણું સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ગુજરાતીમાં છે.
પણ બાળપોથીની કક્ષા પૂરી કર્યા વિના મેટ્રિક કે B. A. અને M. A. ના પાઠયપુસ્તકનું ભણતર શા ખપનું?
આજે તો અમુક મનમરજીથી સ્વચ્છ રીતે પોતાની સગવડ કે અનુકૂળતા પ્રમાણે સામાયિક-પ્રતિકમણ, પૂજા,