Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
નયોના ચાર પ્રકાર
જણાવે તે. (૨) પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય-વર્તમાનભાવને જણાવે તે. પૂર્વભાવપ્રજ્ઞાપનીયનયના બે પ્રકાર છે -
(i) પરંપરપૂર્વભાવપ્રજ્ઞાપનીયનય, (ii) અનંતરપૂર્વભાવપ્રજ્ઞાપ
નીયનય
૭
પ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયના બે પ્રકાર છે .
-
(i) સંવ્યવહારપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનય, (ii) નિશ્ચયપ્રત્યુત્યનભાવપ્રજ્ઞાપનીયનય.
અહીં પહેલા ત્રણ નયોનો અધિકાર છે. નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયનો વ્યાપાર ક્ષેત્ર-ગતિ વગેરે કેટલાક દ્વા૨ોમાં છે બધા દ્વારોમાં નથી. માટે તેનો અહીં અધિકાર નથી.
નૈગમ વગેરે નયોનો અહીં ઉપન્યાસ કર્યો નથી, કેમકે તે અહીં અનુપયોગી છે, અથવા તે સામાન્ય-વિશેષ સ્વરૂપ હોવાથી તેમનો ઉપરના નયોમાં જ સમાવેશ થઈ જાય છે.
♦ નિશ્ચયપ્રત્યુત્પન્નભાવપ્રજ્ઞાપનીયનયની અપેક્ષાએ સિદ્ધોની ૧૫ દ્વારોમાં વિચારણા
૧) ક્ષેત્ર - સિદ્ધો સિદ્ધિક્ષેત્રમાં છે.
૨) કાળ - સિદ્ધિક્ષેત્રમાં કાળ ન હોવાથી કાળદ્વારનો અહીં અવતાર થતો નથી.
૩) ગતિ - સિદ્ધો સિદ્ધિગતિમાં છે.
૪) વેદ - સિદ્ધોને વેદ ન હોવાથી વેદદ્વારનો અહીં અવતાર થતો નથી.
૫) તીર્થ - તીર્થદ્વારનો અહીં અવતાર થતો નથી.
૬) લિંગ - સિદ્ધોને લિંગ ન હોવાથી લિંગદ્વારનો અહીં અવતાર થતો નથી.
૭) ચારિત્ર - સિદ્ધોને સ્વરૂપ૨મણતારૂપ ચારિત્ર હોય છે, પણ સામાયિક વગેરે પાંચ ચારિત્રમાંથી એકે ચારિત્ર હોતું નથી. તેથી ચારિત્રદ્વારનો અહીં અવતાર થતો નથી.