Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ક્ષેત્ર અને કાળ દ્વારોમાં સત્પદપ્રરૂપણા
૧) ક્ષેત્ર -
જ્યાં પૂર્વે કાઉસ્સગ્ગ, બેસવું કે સૂવું થયું નથી ત્યાં ચરમશરી૨ી પૂર્વે થયો નથી અને ભવિષ્યમાં થશે નહીં, કેમકે ત્યાં ચરમશરીરીનું શરીર સમાતું નથી. દા.ત. પર્વતના શિખર ઉપર, પોલાણરહિત વસ્તુમાં, અતિઅલ્પપોલાણવાળી વસ્તુમાં, વિદ્યુત્પ્રભ વગેરે ગજદંતગિરિઓના અગ્ર ભાગ ઉપર - આ બધા સ્થાનો ઉપર સિદ્ધો થતાં નથી. આવા સ્થાનોમાં ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી અને કેવળજ્ઞાન થતાં નથી, વીતરાગને કે ક્ષપકને કોઈ ત્યાં લઈ જતું નથી. સાધ્વી, અવેદી, પરિહારવિશુદ્ધિચારિત્રવાળા, પુલાકલબ્ધિવાળા, અપ્રમત્તસંયત, ચૌદપૂર્વી અને આહા૨કશરીરીનું કોઈ સંહરણ કરતું નથી.
સિદ્ધો ઊર્ધ્વલોકમાં, તિર્હાલોકમાં અને અધોલોકમાં - એમ ત્રણ લોકમાં થાય છે. તિર્હાલોકમાં વર્ષધ૨પર્વતો ઉ૫૨, દ્વીપોમાં અને સમુદ્રોમાં સિદ્ધો થાય છે. સંહરણની અપેક્ષાએ અઢી દ્વીપ અને બે સમુદ્રની અંદર રહેલા આકાશમાં સર્વત્ર સિદ્ધો થાય છે. જન્મની અપેક્ષાએ સિદ્ધો ૧૫ કર્મભૂમિઓમાં હોય છે.
૯
૨) કાળ -
તત્કાલ – સિદ્ધ થવાનો કાળ (ચરમશરીરરૂપ દ્રવ્ય, કર્મભૂમિરૂપ ક્ષેત્ર વગેરેની જેમ જે કાળ બધા કર્મોનો ક્ષય કરવામાં સહકારી બને તે કાળ)ઉત્સર્પિણી, અવસર્પિણી, નોઉત્સર્પિણી નોઅવસર્પિણી.
જન્મને આશ્રયીને
અવસર્પિણીના ત્રીજા-ચોથા આરાઓમાં જન્મેલા જીવો ત્રીજાચોથા-પાંચમા આરાઓમાં સિદ્ધ થાય છે.
ઉત્સર્પિણીના બીજા-ત્રીજા-ચોથા આરાઓમાં જન્મેલા જીવો ત્રીજાચોથા આરાઓમાં સિદ્ધ થાય છે.
સંહરણ બે પ્રકારે છે -
વ્યાઘાતથી - જ્યાંથી મોક્ષે ન જવાતું હોય ત્યાં સંહરણ કરે તે વ્યાઘાતસંહરણ. વ્યાઘાતસંહરણથી ઉત્સર્પિણી અને અવસર્પિણીના બધા આરાઓમાં સિદ્ધ થાય છે.