Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ગતિ, વેદ, તીર્થ, લિંગ અને ચારિત્ર દ્વારોમાં સત્યદપ્રરૂપણા
૩) ગતિ - સામાન્યથી-ચારે ગતિમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થાય છે. વિશેષથી
પહેલી ચાર નરકમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થાય છે. શેષ નરકોમાંથી મનુષ્યો આવેલા સિદ્ધ થતાં નથી.
પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય, પંચેન્દ્રિયતિર્યંચમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થાય છે. શેષ તિર્યંચોમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થતાં નથી. પુરુષમનુષ્ય, સ્રીમનુષ્ય, નપુંસકમનુષ્યમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થાય છે.
ચારે પ્રકારના દેવોમાંથી આવેલા મનુષ્યો સિદ્ધ થાય છે. તીર્થંકરો દેવગતિ કે નરકગતિમાંથી આવેલા સિદ્ધ થાય છે. તીર્થંકરો પહેલી ત્રણ નરકમાંથી આવેલા જ સિદ્ધ થાય છે. શેષ નરકોમાંથી આવેલા જીવો તીર્થંકર થતાં જ નથી.
તીર્થંકરો વૈમાનિકદેવોમાંથી આવેલા જ સિદ્ધ થાય છે. શેષ દેવોમાંથી આવેલા જીવો તીર્થંકર થતાં જ નથી.
૧૫૨
વર્તમાનનયને આશ્રયીને મનુષ્યગતિમાં રહેલા જ સિદ્ધ થાય છે. ૪) વેદ - વર્તમાનનયને આશ્રયીને અવેદી જ સિદ્ધ થાય છે. છેલ્લા ભવમાં પૂર્વે અનુભવેલા વેદની અપેક્ષાએ અને બાહ્ય આકારની અપેક્ષાએ ત્રણે વેદમાં રહેલા સિદ્ધ થાય છે.
તીર્થંકરો પુરુષવેદ કે સ્ત્રીવેદમાં રહેલા સિદ્ધ થાય છે.
૫) તીર્થ - તીર્થંકરના તીર્થમાં અને તીર્થંકરીના તીર્થમાં સિદ્ધ થાય છે. તીર્થ સ્થાપના પૂર્વે પણ સિદ્ધ થાય છે.
૬) લિંગ - દ્રવ્યલિંગની અપેક્ષાએ સ્વલિંગ, ગૃહસ્થલિંગ અને અન્યલિંગ એમ ત્રણે લિંગમાં સિદ્ધ થાય છે.
સંયમરૂપભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ સિદ્ધ થાય છે. ૭) ચારિત્ર - ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં રહેલા જ સિદ્ધ થાય છે. છેલ્લા ભવમાં પૂર્વે અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ૩, ૪ કે પ