Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૨
જ્ઞાન, અવગાહના અને ઉત્કર્ષ દ્વારોમાં સત્પદપ્રરૂપણા પુરુષો કે પુરુષો-નપુંસકો સિદ્ધ થાય છે. બુદ્ધ એટલે તીર્થકર કે આચાર્ય વગેરે. બુદ્ધી એટલે મલ્લિનાથ ભગવાન વગેરે તીર્થકરી કે સાધ્વી વગેરે. ૯) જ્ઞાન -
વર્તમાનનયની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં સિદ્ધ થાય છે.
પૂર્વભાવનયની અપેક્ષાએ-અવ્યંજિત (નામના ઉલ્લેખ વિના)પ્રતિપાતી કે અપ્રતિપાતી ૨, ૩ કે ૪ જ્ઞાનવાળો સિદ્ધ થાય છે. પ્રતિપાતી એટલે ચાલ્યા ગયા પછી ફરીથી થાય છે. અપ્રતિપાતી એટલે કેવળજ્ઞાન સુધી સતત રહે તે.
વ્યંજિત (નામના ઉલ્લેખ સહિત) - કેટલાક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-આ બે જ્ઞાન પામીને સિદ્ધ થાય છે.
કેટલાક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-આ ત્રણ જ્ઞાન પામીને સિદ્ધ થાય છે.
કેટલાક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-આ ત્રણ જ્ઞાન પામીને સિદ્ધ થાય છે.
કેટલાક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-આ ચાર જ્ઞાન પામીને સિદ્ધ થાય છે. ૧૦) અવગાહના -
જઘન્યથી ૨ હાથની અવગાહનાવાળા સિદ્ધ થાય છે.
ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય + ધનુષ્યપૃથત્વની અવગાહનાવાળા સિદ્ધ થાય છે. (ધનુષ્યપૃથફત્વ = ઘણા ધનુષ્ય) ૧૧) ઉત્કર્ષ -
કેટલાક સમ્યકત્વથી પડ્યા વિના સિદ્ધ થાય છે. કેટલાક સમ્યકત્વથી પડીને સંખ્યાતકાળ પછી સિદ્ધ થાય છે. કેટલાક સમ્યકત્વથી પડીને અસંખ્યકાળ પછી સિદ્ધ થાય છે. કેટલાક સમ્યકત્વથી પડીને અનંતકાળ પછી સિદ્ધ થાય છે.
સમ્યક્ત્વથી પડીને ઉત્કૃષ્ટથી દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કાળ પછી સિદ્ધ થાય છે.