Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૫૪
જ્ઞાન, અવગાહના અને ઉત્કર્ષ દ્વારોમાં સત્પદપ્રરૂપણા
તથા ચોલપટ્ટો અને માત્રક. શ્રમણીઓની ઉપધિ ૨૫ પ્રકારની છે.
(iii) શ્રુત (iv) લિંગ - સ્વયંબુદ્ધોને પૂર્વે ભણેલું શ્રુત હોય અથવા ન પણ હોય. જો હોય તો લિંગ દેવતા આપે અથવા ગુરુ પાસે સ્વીકારે. જો એકલા વિચરવા સમર્થ હોય અથવા તેવી ઇચ્છા થાય તો એકલા વિચરે, અન્યથા ગચ્છમાં જ રહે. જો પૂર્વે ભણેલું શ્રુત ન હોય તો લિંગ ગુરુ પાસે જ સ્વીકારે અને ગચ્છને છોડે નહીં. પ્રત્યેકબુદ્ધોને પૂર્વે ભણેલું શ્રુત અવશ્ય હોય. તે જધન્યથી ૧૧ અંગનું અને ઉત્કૃષ્ટથી ન્યૂન ૧૦ પૂર્વનું હોય. તેમને લિંગ દેવતા આપે અથવા તે લિંગ રહિત હોય. બુદ્ધીબોધિત અને બુદ્ધબોધિતને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન હોય અને ઉત્કૃષ્ટથી દ્વાદશાંગીનું જ્ઞાન હોય. તેઓ લિંગ ગુરુ પાસે સ્વીકારે
૯) જ્ઞાન - કેવળજ્ઞાનમાં રહેલા જ સિદ્ધ થાય છે.
-
છેલ્લા ભવમાં પૂર્વે અનુભવેલા જ્ઞાનની અપેક્ષાએ કેટલાક બે જ્ઞાનવાળા હોય – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન; કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મન:પર્યવજ્ઞાન; કેટલાક ચાર જ્ઞાનવાળા હોય - મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન.
તીર્થંકરો છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પૂર્વે ચાર જ્ઞાનવાળા જ હોય. ૧૦) અવગાહના - સિદ્ધ થનારાની જઘન્ય અવગાહના - ૨ હાથ છે. સિદ્ધ થનારાની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય છે. તીર્થંકરોની જઘન્ય અવગાહના - ૭ હાથ છે.
૧
તીર્થંકરોની ઉત્કૃષ્ટ અવગાહના
૫૦૦ ધનુષ્ય છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેની અવગાહના તે મધ્યમ અવગાહના છે. ૧૧) ઉત્કર્ષ - સમ્યક્ત્વથી પડી કેટલાક ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તરૂપ અનંતકાળે સિદ્ધ થાય છે, કેટલાક અસંખ્યકાળે સિદ્ધ થાય છે,
—
૧. મતાંતરે મરુદેવી માતાની અવગાહના નાભિ કુલકરની અવગાહનાની સમાન છે. તેથી સિદ્ધ થનારની ઉત્કૃષ્ટ અવગાહના ૫૨૫ ધનુષ્ય પણ હોય.