Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
ક્ષેત્ર દ્વારમાં દ્રવ્યપ્રમાણ
૧૫૫ કેટલાક સંખ્યાતકાળે સિદ્ધ થાય છે. કેટલાક સમત્વથી પડ્યા વિના સિદ્ધ થાય છે. ૧૨) અંતર - સિદ્ધ થનારાનું જઘન્ય અંતર - ૧ સમય
સિદ્ધ થનારાનું ઉત્કૃષ્ટ અંતર – ૬ માસ ૧૩) અનુસમય (નિરંતર) - જઘન્યથી ર સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી નિરંતર સિદ્ધ થાય છે.
૧૪) ગણના - જઘન્યથી ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી ૧ સમયમાં એક સાથે ૧૦૮ સિદ્ધ થાય છે. દા.ત. ઋષભદેવપ્રભુના નિર્વાણ વખતે ૧૦,૦૦૦ મુનિઓ સિદ્ધ થયા. તેમાંથી ૧ સમયે ૧૦૮ મુનિઓ સિદ્ધ થયા. શેષ ૯૯,૮૯૨ મુનિઓ તે જ નક્ષત્રમાં અન્ય અન્ય સમયોમાં સિદ્ધ થયા.
૧૫) અલ્પબદુત્વ - ૧ સમયમાં એક સાથે ૨, ૩ વગેરે સિદ્ધ થયેલા અલ્પ છે. તેમના કરતા ૧ સમયમાં એક સાથે ૧ સિદ્ધ થયેલા સંખ્યાતગુણ છે, વિવક્ષિત સમયે ૧ સિદ્ધ થયેલા ઘણા હોવાથી. (ii) દ્રવ્યપ્રમાણ - (૧) ક્ષેત્ર -
૧ સમયમાં કેટલા સિદ્ધ થાય? |
ઉત્કૃષ્ટ ઊર્ધ્વલોક,મેરુપર્વત, નંદનવન,જલ°| ૪ (સંહરણથી) | ૧ અધોલોક (અધોલૌકિક ગ્રામ) ૨૦ પૃથક્વ
ક્ષેત્ર
જઘન્ય
૧. જિનભદ્રગણિક્ષમાશ્રમણજીકૃત બૃહત્સંગ્રહણિમાં કહ્યું છે કે – “જલમાં ૩ સિદ્ધ થાય છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.
૨. પૃથત્વ =૨ થી ૯. જિનભદ્રગણિક્ષમાશ્રમણજીકૃત બૃહત્સંગ્રહણિમાં કહ્યું છે કે – “અધોલોકમાં ૨૨ સિદ્ધ થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે – “અધોલોકમાં બે વીશ એટલે ૪૦ સિદ્ધ થાય છે. અહીં તત્ત્વ કેવળીગમ્ય છે.