Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 13
________________ અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં તે દ્વારેનું સંક્ષિપ્ત વિવરણ કરીને છપાવ્યું છે, જે પુસ્તકના પ્રાંતભાગમાં આપવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૭ર દ્વારા આપ્યાં છે અને પાછળ પહેલા પરિશિષ્ટમાં અગિયાર દાર આપ્યાં છે એટલે કુલ ૮૩ ધારે આપ્યાં છે. બધાં દાર જાદા જુદા વિષયના હોવાથી તેને અનુક્રમે ગોઠવવામાં કઈ જાતને ખાસ ક્રમ રાખવામાં આવ્યો નથી. અને તેમ બની શકે તેવું પણ નથી કેમકે બધા દ્વારે લગભગ ભિન્ન ભિન્ન વિષયના છે તે પણ જે જે દ્વારે અરસપરસ એક બીજાની સાથે સંબંધ ધરાવે તેવાં છે, તેને પાસે પાસે મૂકવામાં આવ્યાં છે. દરેક ધારેમાં પ્રથમ તેને પરિચય, ત્યાર પછી કઠો અને પછી વિવેચન આ પ્રમાણે આપવાની પદ્ધતિ નક્કી કરી હતી. આ પદ્ધતિ ૨૭ દ્વાર સુધી ચાલુ રહી તેમાં પણ કોઈ કોઈ જગ્યાએ પરિચયનું લખાણ ટૂંકું છે ત્યાં કોઠે શરૂ કરીને તેની બાજુમાં પહેલાં પરિચય આપીને પછી વિવેચન આપવામાં આવેલું છે, પરંતુ તેમ કરવા જતાં ઘણી જગ્યા ખાલી જતી હોવાથી એ પદ્ધતિ ફેરવીને પહેલાં પરિચય, પછી વિવેચન અને પછી કેઠે આપવાનું રાખ્યું. આ પ્રમાણે ૫૬ દ્વાર સુધી છપાઈ ગયું પરંતુ કઠો આપવા પહેલાં તેનું વિવેચન આપવું તે મને તદ્દન ગેરવ્યાજબી લાગ્યું જેથી પ૭ મા ઠારથી તે પદ્ધતિ ફેરવીને વધારે જગ્યા ખાલી મૂકવી ન પડે અને ઉચિત ક્રમ પણ સચવાય એટલા માટે પહેલાં કાઠી આપીને પછી તે દ્વારને પરિચય અને ત્યાર પછી તેના નીચે વિવેચન આપવાનું શરૂ કર્યું છે. આ પદ્ધતિ આ ગ્રંથની સમાપ્તિ સુધી એટલે કે ૭૨ દ્વાર સુધી બરાબર ચાલુ રાખી છે, પરંતુ કાર નંબર ૬૧ થી ૬૬ સુધીના છ દ્વારેના કાઠા આપ્યા નથી કારણ કે કાઠામાં જે સંખ્યા આપવાની હોય છે તે આ છ ધારાના વિવેચનમાં આપવામાં આવેલ છે. પહેલા પરિશિષ્ટમાં આપેલા ૧૧ દ્વારેનું અસલ મેટર ગુમ થવાથી પાછળથી વિહારમાં તેને સંક્ષેપમાં તૈયાર કરવાથી તેના કોઠા આપ્યા નથી પરંતુ કેટામાં આપવાની લગભગ તમામ સંખ્યા વિવેચનમાં આપવામાં આવી છે અને બીજા પરિશિષ્ટમાં આ ગ્રંથને લગતી શાસ્ત્રોના આધારે યુક્ત અનેક ઉપયોગી બાબતેનો સંગ્રહ આપવામાં આવ્યો છે. મને લાગે છે કે વાચકને ઘણે અંશે તે ઉપયોગી થશે. ઠાર નંબર ૬૧ પુણ્યદય પ્રકૃતિ દ્વારને પરિચય ભૂલથી આપવો રહી ગયું છે તે આ પ્રમાણે છે. શાતા વેદનીય ૧, ઉચ્ચગોત્ર ૨, મનુષ્યદ્ધિક ૩-૪, સુરકિપ-૬, પચન્દ્રય જાતિ ૭, પાંચ શરીર-૮ થી ૧૨, ૧૩ થી ૧૫-આદિને ત્રણ અંગે પાંગ, ૧૬-વરિષભનારા સંઘયણ, -૧૭ સમચતુરસ્ત્ર સંસ્થાન, ૧૮ થી ૨૧-વર્ણચતુષ્ક, ૨૨-અગુરુલઘુ, ૨૩ ૫રાધાત, ૨૪ઉવાસ, ૨૫ આત૫, ૨૬ ઉદ્યોત, ૨૭ શુભ વિહાયોગતિ, ૨૮ નિમણ, ૨૯ થી ૨૮ ત્રણદશક, ૩૯ થી ૪૧ સુર, નર અને તિર્યંચનું આયુષ્ય અને તીર્થકર નામકર્મ. આ ગ્રંથના પ્રારંભ ભાગમાં જે જે ગ્રંથનાં પ્રમાણે, આધાર ને અવતરણે લેવામાં આવ્યાં છે તેની સૂચિ આપી છે. તેમજ શુદ્ધિપત્રક પણ મૂક્યું છે. અભ્યાસી જને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 280