Book Title: Dwashashthi Margana Sangraha
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthamala

View full book text
Previous | Next

Page 12
________________ મહિમા દર્શાવતો ગ્રંથ રજૂ કરી, આબૂને ઐતિહાસિક ઉદ્ધાર કરી સ્વર્ગસ્થ ગુરુજીને એ રીતે અંજલિ આપવાના કાર્યમાં સંલગ્ન હોવા છતાં, તત્પશ્ચાત શંખેશ્વર મહાતીર્થ, અચલગઢ આદિ તીર્થગ્રંથની રચનામાં નિમગ્ન હોવા છતાં ને દક્ષિણ, મારવાડ, મેવાડ, માલવા, સંયુક્ત પ્રાંતના કઠિન પ્રદેશોમાં વિહાર કરવા છતાં મારા જ્ઞાનાભ્યાસને સદા વધારતા રહ્યા. વિ. સં. ૧૯૮૭ માં પાલનપુરના ચાતુર્માસ દરમિયાન ગુસ્વર્ય સાથે રોજ રાત્રે આ વિષયનું પરિશીલન ચાલતું. આ પરિશીલનમાં ત્યાંના વિશિષ્ટ ધર્માભ્યાસી શ્રીયુત પાનાચંદભાઈ માણેકચંદ કોઠારી પણ રસપૂર્વક ભાગ લેતા. તેઓનો આ વિષયમાં ઊંડો અભ્યાસ હતો ને અભ્યાસીની છટાથી એ ચર્ચા કરતા. “બાસઠીઆ ’ વિષે અહીં ઠીક ઠીક ચર્ચા થઈ, અને પ્રસ્તુત વિષય અંગે આગમ વગેરે ગ્રંથ જેવા શરૂ કર્યા. તે વખતથી આજદિન પર્યત મને લાધેલાં તમામ પ્રમાણે ને આધારે મેં આ ગ્રંથમાં રજૂ કર્યા છે. મારા અભ્યાસને એ સહેજ નિચોડ હતા, છતાં આ ગ્રંથ હજી હસ્તપ્રતરૂપે જ હતું. એના ઉદયકાળને વાર હતી. વિ. સં. ૧૯૯૭માં ભાવનગર ખાતે જવાનું થયું આ વખતે શ્રી બાલુભાઈએ પૂ. ગુરુમહારાજ પાસે કંઈક પ્રેસકેપી કે પ્રેસ કામ માટે સૂચના કરી. શ્રી. બાલુભાઈ શ્રીયુત સ્વ. શેઠ શ્રી. કંવરજીભાઈ પાસે કાર્ય કરતા હતા. ગુરુમહારાજે કંઇક તૈયાર હોય તે બાલુભાઈને કાર્ય આપવા સૂચના કરી. મારી પાસે “બાસઠીઆ” તૈયાર હતો પણ તેની પરિપૂર્ણતા ને ઉપયોગિતા માટે મનમાં કંઈક વસવસો હતે. મેં આ તકનો લાભ લેતાં બાલુભાઈને કહ્યું: કાર્ય તે આપું. પણ એક શરતે કે શ્રીયુત શેઠશ્રી. કુંવરજીભાઈને આ બતલાવો ને જે તેઓ એને ઉપયોગી માને તે પ્રગટ કરીએ; નહીં તે શ્રાવકોના પૈસાને નિરર્થક વ્યય કરવાની જરૂર નથી.” તેમણે મારી વાત એછી શ્રી. કુંવરજીભાઈને કરી. તેઓશ્રીએ મૂળ નકલ જોઈને કહ્યું - “ આ સંગ્રહ છપાશે તે પ્રકરણના અભ્યાસીઓને ઘણે ઉપયોગી થશે.” તેમજ તેઓશ્રીએ એક વખત જોઈ જવાનું પણ સ્વીકાર્યું. મેં પણ વિશેષ પુષ્ટિ માટે આગમ વગેરે ગ્રંથે ફરી જોવા માંડ્યા. સંવત ૨૦૦૦ માં સ્વનામધન્ય પંડિતવર્ય શ્રી હરગોવિંદદાસ ત્રીકમલાલ શેઠનાં બહેન મેઘીબાઈ તથા તેમના ધર્મપત્ની સુભદ્રા બાઈના આગ્રહથી તેમજ સાગરગચ્છ સંધની વિનતિથી રાધનપુરમાં ચાતુર્માસ થયું. સ્વ. પંડિતજીના નિમિત્તે ઉપધાન વગેરેની આજના થવાથી ચાર માસ વધુ સ્થિરતા થઈ. આ દરમિયાન મૂળ કુવારાના રહીશ ને હાલ રાધનપુરમાં રહેતા પ્રજ્ઞાચક્ષ માસ્તર હરગોવનદાસ હરજીવનદાસ જેએનો આ વિષયમાં બહુ સારો અભ્યાસ છે. તેઓની આ કામમાં મદદ મળી. ૮૩ દ્વાર ત્યાં જ તૈયાર કરી, ભાવનગર મોકલી આપેલાં. પણ શાચ એ વાતને છે, કે પિસ્ટની ગરબડમાં તેમાંના બાર દ્વારનું મેટર કયાંય ગેરવલ્લે ગયું, જે હજી મળી શક્યું નથી. પણ આ રહી જતી તૂટી મને ખૂંચતી હતી એટલે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 280