________________ 24 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્યવહારનવે પરઘાતકને કસાઈ માનવામાં આવે છે જ્યારે નિશ્ચયદષ્ટિ સ્વઘાતકને અતીવ ખરાબ માને છે. “કસાઈ અને કષાયી” બંને શબ્દોને અર્થ એક જ છે, કેવળ ભાષાકીય દષ્ટિએ જ ફેર છે, સંસ્કૃત ભાષામાં “કષાયી” શબ્દ છે અને પ્રાકૃત ભાષામાં કષાયીને કસાઈ રૂપાંતર થાય છે, તેમ છતાં પણ વ્યવહારનયના માનએ કસાઈપણુ છેડવાને આગ્રહ કર્યો અને કેવળી ભગવંતોએ કષાયિત્વ છેડવાની ભલામણ કરી છે. સારાંશ કે સ્વઘાતકત્વ મટ્યા વિના પરઘાતકત્વની આદત મટવાની નથી. આ કારણે જે કસાઈ હિંસક છે અને કષાયી મહહિંસક છે. ' 3. રૌદ્ર –હિંસ સ્વભાવના કારણે માનવ જીવનમાં રૌદ્ર નામને રસ વિશેષ પ્રવર્તિત થઈ જવાના કારણે હિંસક રૌદ્રસ્વરૂપી હોય છે. સ્વ કે પરઘાતકમાં આત્માના અધ્યવસાયેપરિણામે છેવટે વિચારે અને ઉચ્ચારે પણ રૌદ્રસ્વરૂપને ધાર્યા વિના રહેતા નથી. વધારે પડતાં ક્રોધી માનવની લાલ આંખને જોયા પછી સામેવાળાને ભય લાગ્યા વિના રહેતું નથી. તે પછી તેના હાથમાં તલવાર, બંદુક કે છરે હોય તે ગમે તેવાને પણ ભય ઉત્પન્ન થયા વિના રહેતું નથી. બીજાને ભય ‘ઉત્પન્ન કરાવનારના માનસિક અધ્યવસાયે હિંસ જ હોય છે. 4. સહસા :-સહસા એટલે સાહસિક, શૂરવીર નહિં, પરંતુ સાર્થક કે નિરર્થક કાર્યોના ફળાદેશને વિચાર કર્યા વિના જ ગમે તેવી પ્રવૃત્તિમાં માથું મારનાર સાહસિક કહેવાય છે. આ કાર્ય કરવા જેવું છે? કરવાથી સામેવાળાનું શું