________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 9 121 તેઈન્દ્રિય જીવે - - કાન અને આંખ વિનાના જીવે તેઈન્દ્રિય જ છે. જેમાં માંકણ, જૂ, લીખ, કીડી, ઉહી, મંકડા વગેરેને સમાવેશ છે. મનુષ્ય પોતાના સુખને માટે ગમે તેવા પ્રયાગથી મારી નાખે છે. બેઈન્દ્રિય જીવો - શંખ, કડા, કડી, ગંડળ, અળસીઓ વગેરે જીવે બેઈન્દ્રિય છે. તેમનું જાતિ પ્રમાણ સાત લાખનું છે, અને વારંવાર જન્મતાં તથા મરતાં રહે છે. એકેન્દ્રિય છે અને તેમની હત્યા. . . નિકૃષ્ટતમ પાપના ઉદયથી એકેન્દ્રિયાવતારની પ્રાપ્તિ થાય છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયરૂપે તેમના પાંચ ભેદ છે. કાયને અર્થ શરીર હેવાથી, પૃથ્વી જ જેમનું શરીર છે તે પૃથ્વીકાય કહેવાય છે. કુવા, વાવડી, વર્ષાદ, કરા, હિમ, ઝાકળ અને સમુદ્રમાં રહેલું પાણી જ જેમનું શરીર છે તે અપકાય છે. પ્રાઈમસ, ગેસ, ભટ્ટી, સગડી કે વિજળી આદિમાં રહેલ અગ્નિ જે અગ્નિકાયના જીવનું શરીર છે. મંદ-તેજ અવાજ કરતું વાવાઝોડું તેમજ પંખા આદિથી સંચાલિત વાયુ જ જેમનું શરીર છે તે વાયુકાય છે અને પ્રત્યક્ષ દેખાતા ઝાડ, પાંદડા, ફળ આદિમાં રહેલ વનસ્પતિ જેમનું શરીર છે તે વનસ્પતિકાય કહેવાય છે. આ પાંચે સૂક્ષમ અને બાદર બે ભેદે છે. નામકર્મની