________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 343 અને રૂપ કામ છે, તથા રસ–સ્પર્શ અને ગંધ ભંગ છે. કાન અને આંખ ઈન્દ્રિય અપ્રાપ્યકારી હોવાથી સ્ત્રીના શબ્દ જ કાનને અથડાયું છે તેમ તેનું રૂપ દૂર રહેલી આંખ ગ્રહણ કરે છે. પણ સ્ત્રી પિતે કામીના કાનમાં કે આંખમાં પ્રવેશ કરતી નથી. જ્યારે સ્ત્રીને સંસર્ગ થતાં જ તેના સ્પર્શ–રસ અને ગંધને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય ભેગવે છે. માટે આ ત્રણેને ભેગ કહેવાય છે. આમાં કામ કારણભૂત છે અને ભેગ કાર્ય છે. તે બંનેમાંથી કામવાસનાને જન્મ થાય છે. તેને માર (Trafa sનાર ઈન માર:) કામદેવ કહેવાય છે. આ કારણે જ “કામભેગમારને અબ્રહ્મને પર્યાય કહ્યો છે અથવા મારને અર્થ ટીકાકારે મરણ પણ કર્યો હોવાથી કામોનું સેવન આત્માને મારે છે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાવીને દુર્ગતિમાં નાંખે છે, જીવાત્માને રેવડાવવાનું, લમણે હાથ દઈ બેસાડવાનું કામ ભેગવિલાસનું છે અને છેવટે દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં કામની દસ દશામાં છેલ્લી દશા મરણની છે એટલે કે કામને અતિરેક જ્યારે થાય છે ત્યારે કાંકરીયા તળાવ કે જૂહને દરિયે જ શરણભૂત થાય છે. હજારેના મૃત્યુ શાસ્ત્રોમાં કે ન્યૂઝ પેપરમાં જોવાય છે. અને આવી પરિસ્થિતિ કદાચ ન સર્જાય તે પણ શુકને અર્થ– શોરારિન શુઝ' શુક્ર પતન થયા પછી તે માણસને લમણે હાથ દઈને જ બેસવાનો વારો આવે છે. માટે જ કામને નશે ભયંકર છે.